આ બાબતે મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયાએ જણાવ્યું હતું કે, પાટણના સમી ગામમાં દર્દી મહિલાઓ સાથે છેડતી અને અશ્લીલ હરકત કરતો વીડિયો સામે આવ્યો છે. જેને લઈને પાટણ S.P.ને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે પાટણની નારી અદાલત દ્વારા તાપસ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત જરૂર પડશે તો પાટણ ઘટના સ્થળ પર તપાસ કરવામાં આવશે અને તાત્કાલિક રીતે કેસનો નિકાલ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓની સુરક્ષા માટે મહિલા આયોગ દ્વારા પણ ખાસ કાયદાને નિયમ બનાવવામાં આવશે તથા મહિલા આયોગ દ્વારા રાજ્યના DGPને લેખિતમાં પત્ર લખીને મહિલા સુરક્ષાનો એક્શન પ્લાન માંગવામાં આવ્યો છે.