ETV Bharat / state

દહેગામમાં કૃષિ વિભાગના અધિકારીઓનું એગ્રો સેન્ટરમાં સર્ચ, એક દુકાનમાંથી શંકાસ્પદ સેમ્પલ લીધા - કૃષી વિભાગ

ગાંધીનગર: જિલ્લામાં આવેલા માણસા GIDCમાંથી નકલી બિયારણનો જથ્થો ઝડપાયા બાદ ખેતી વિભાગના અધિકારીઓ સફાળા જાગી ગયા છે. ગાંધીનગર જિલ્લામાં આવેલા તાલુકાઓમાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે શનિવારના રોજ ખેતી વિભાગના અધિકારીઓ દ્વારા દહેગામમાં આવેલી ઍગ્રો સેન્ટરની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી એક દુકાનમાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો મળી આવતા બિયારણના સેમ્પલ લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : May 18, 2019, 11:08 PM IST

રાજ્યમાં લેભાગુ વેપારીઓ દ્વારા ખેડૂતોને અંધારામાં રાખીને છેતરપિંડી કરવામાં આવે છે. ઓછી આવકમાં વધુ નફાની લાલચમાં વેપારીઓ સાથે દગો કરે છે. તાજેતરમાં મળતા GIDCમાંથી નકલી BT બિયારણનો જથ્થો ઝડપાયા બાદ હવે ખેતી વિભાગના અધિકારીઓ એકાએક નિદ્રામાંથી જાગી ગયા છે. તાલુકામાં આવેલી દવાની દુકાનોમાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ગાંધીનગર ખેતી વિભાગની કચેરીના અધિકારીઓ દહેગામમાં આવેલી એગ્રો સેન્ટરની દુકાનોમાં તપાસ અર્થે પહોંચ્યા હતા. જ્યાં ત્રણ દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી.

સ્પોટ વીડિયો

તો આ અંગે ખેતી વિભાગના અધિકારી પ્રકાશ તલાટીએ કહ્યું કે, આજે દહેગામમાં સવારે 11 વાગ્યાથી લઈને સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બે દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ કઈ પણ ખરાબ જથ્થો મળી આવ્યો નથી. પરંતુ અંબિકા એગ્રો સેન્ટરમાંથી અમને શંકાસ્પદ જથ્થો જણાતા સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ ગાંધીનગર ખાતેની લેબોરેટરીમાં તપાસ કરવામાં આવશે અને તેમાં ભેળસેળ લાગશે, તો વેપારી સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

R_GJ_GDR_RURAL_01_17_MAY_2019_STORY_ AGRI.ADHIKARI SEARCH DAHEGAM_SLUG_PHOTO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડિંગ) દહેગામમાં કૃષિ વિભાગના અધિકારીઓનું એગ્રો સેન્ટરમા સર્ચ, એક દુકાનમાંથી શંકાસ્પદ સેમ્પલ લીધા

ગાંધીનગર,

ગાંધીનગરનાં માણસા જીઆઇડીસીમાંથી નકલી બિયારણનો જથ્થો ઝડપાયા બાદ ખેતી વિભાગના અધિકારીઓ સફાળા જાગી ગયા છે. જિલ્લા માં આવેલા તાલુકાઓમાં સર્ચ હાથ ધરી છે. ત્યારે આજે શનિવારે ખેતી વિભાગના અધિકારીઓ દ્વારા દહેગામમાં આવેલી એગ્રો સેન્ટરની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. જેમાંથી એક દુકાનમાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો મળતા સેમ્પલ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજ્યમાં લેભાગુ વેપારીઓ દ્વારા ખેડૂતોને અંધારામાં રાખીને છેતરપિંડી કરવામાં આવે છે. ઓછી આવકમા વધુ નફો રળવાની લાલચમાં વેપારીઓ સાથે દગો કરે છે. તાજેતરમાં મળતા જીઆઇડીસીમાંથી નકલી બીટી બિયારણનો ઝડપાયા બાદ હવે ખેતી વિભાગના અધિકારીઓ એકાએક કુંભકર્ણની નિદ્રામાંથી જાગી ગયા છે અને તાલુકામાં આવેલી દવાની દુકાનો માં સર્ચ હાથ ધરી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગર ખેતી વિભાગની કચેરીના અધિકારીઓ દહેગામમાં આવેલી એગ્રો સેન્ટરની દુકાનોમાં તપાસ અર્થે પહોંચ્યા હતા. જ્યાં ત્રણ દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી.

ખેતી વિભાગના અધિકારી પ્રકાશ તલાટીએ કહ્યું કે, આજે દહેગામમાં સવારે 11 વાગ્યાથી લઈને સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બે દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ કઈ પણ ખરાબ જથ્થો મળી આવ્યો નથી. પરંતુ અંબિકા એગ્રો સેન્ટરમાંથી અમને શંકાસ્પદ જથ્થો જણાતા સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ ગાંધીનગર ખાતેની લેબોરેટરીમાં તપાસ કરવામાં આવશે અને તેમાં ભેળસેળ લાગશે, તો વેપારી સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.