ETV Bharat / state

યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓના વાલીઓનો વિરોધ, જાણો શું છે કારણ... - ગુજરાતની મેડીકલ કોલેજ

યુક્રેન અને રશિયા યુદ્ધ વચ્ચે( Russia Ukraine war)ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા. કેન્દ્ર સરકારે તમામ વિદ્યાર્થીઓને સ્વદેશ(Students returning from Ukraine) પરત લાવી છે. ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતમાં મેડિકલ કોલેજમાં એડમિશન મળે તેને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાતની મેડીકલ કોલેજમાં એડમિશન આપોની માંગ વિદ્યાર્થીઓના વાલીઓ કેમ કરી રહ્યા ?

author img

By

Published : Jun 8, 2022, 1:06 PM IST

Updated : Jun 8, 2022, 1:53 PM IST

ગાંધીનગર: યુક્રેન અને રશિયા યુદ્ધ દરમિયાન અનેક ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ( Russia Ukraine war)ફસાયા હતા. કેન્દ્ર સરકારે તમામ વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા માટે ઓપરેશન પણ શરૂ કર્યું હતું અને તમામ વિદ્યાર્થીઓને એરલીફ્ટ કરીને ભારતમાં પાછા લાવવામાં (Students returning from Ukraine)આવ્યા છે. ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતમાં મેડિકલ કોલેજમાં એડમિશન મળે તેને ધ્યાનમાં લઈને યુક્રેનથી(Demand for admission in Gujarat)પરત ફરી રહેલ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ અભ્યાસના કારણે માનસિક રીતે પીડાઈ રહ્યા હોવાની રજૂઆત પણ વાલીઓ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલને કરાવામાં આવી હતી.

યુક્રેન અને રશિયા યુદ્ધ

આ પણ વાંચોઃ રશિયા સામે લડવા બ્રિટન કરશે યુક્રેનને શસ્ત્ર સહાય

સુપ્રીમ કોર્ટ આપ્યો છે હુકમ - યુક્રેના વિદ્યાર્થીઓને ગુજરાતની મેડીકલ કોલેજમાં એડમિશન (Gujarat Medical College)મળે તેવી રજૂઆત લઈને વાલીઓએ રાજ્ય સરકારને આવેદનપત્ર આપ્યું હતું. આ બાબતે ETV Bharat સાથે વાતચીત કરતા નયનાબહેન પરમારે જણાવ્યું હતું કે જ્યારે યુવતી વિદ્યાર્થીઓ પર આવ્યા ત્યાર બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને જે તે રાજ્યમાં વ્યવસ્થા કરવાની રાજ્ય સરકારની સૂચના આપવામાં આવી છે અને તેનો અંતિમ દિવસ 29 જૂન છે, ત્યારે રાજ્ય સરકાર આ બાબતે વિદ્યાર્થીઓને ન્યાય આપે તેવી માંગ પણ કરી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલને રૂબરૂ રજૂઆત કરતાં સરકારનું વલણ પોઝિટિવ હોવાનું પણ નિવેદન આપ્યું હતું.

ગુજરાતમાં 1 કરોડ ફી - ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં મેડિકલ કોર્સની ફી 40થી 50 લાખ રૂપિયાની હોય છે. પરંતુ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં મેડિકલ કોર્સની ફી એક કરોડ રૂપિયાની આસપાસ હોય છે. ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં જે વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા ગયા હતા તેઓ અત્યારે યુદ્ધના કારણે પરત ગુજરાત આવ્યા છે અને ઓનલાઈન અભ્યાસ પણ કાર્યરત છે, ત્યારે મેડિકલમાં પ્રેક્ટીકલ અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે તેવું નિવેદન પાટણના રહેવાસી બિરેન પટેલે આપ્યું હતું. ત્યારે રાજ્ય સરકાર તાત્કાલિક તેમણે આ અંગે નિર્ણય કરે તેવી માંગ પણ વાલીઓ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભારતના નિકાસ પ્રતિબંધ અને યુક્રેન યુદ્ધ પછી વૈશ્વિક ઘઉંના ભાવમાં આવ્યો ઉછાળો : FAO

હજારો વિધાર્થી ગુજરાતના - યુક્રેનથી ભારત પરત ફરી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો ગુજરાતમાં 1200 થી 1500 જેટલા વિધાર્થીઓ ગુજરાત પરત ફર્યા છે. અત્યારે ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર આ તમામ વિધાર્થીઓ માટે કેવી વ્યવસ્થા કરશે તે જોવું રહ્યું.

Last Updated : Jun 8, 2022, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.