દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિલ્હીની પીડિતા યુવતી લીનું સિંહ દ્વારા દિલ્હીના માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે ગૌરવ દહીયા વિરુદ્ધ અરજી અને ફરિયાદ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને હવે માલવિયા નગર પોલીસ સ્ટેશન દ્વારા ગૌરવ દયાને જવાબ આપવા માટે નોટિસ પાઠવવામાં આવી છે.
નોટિસમાં જણાવ્યા પ્રમાણે 21 ઓગસ્ટના દિવસે ગૌરવ દહીયા માલવયા પોલીસ સ્ટેશનમાં હાજર રહીને પોતાનું નિવેદન આપે તે બાબતની નોટીસ માલવિયા નગર પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસ દ્વારા અગાઉ પણ 3 વખત ગૌરવ દહીયાને નોટિસ પાઠવવામાં આવી હતી.
પરંતુ ગૌરવ દહીયા એક પણ વખત જવાબ આપવા માટે હાજર થયા નથી. જ્યારે ગૌરવ ન્યાય લેખિતમાં પોલીસને જણાવ્યું હતું કે, તેઓની તબિયત ખરાબ હોવાથી તેમને 6 દિવસનો ટાઈમ આપવામાં આવે. પરંતુ ગૌરવ દરિયાએ 3 દિવસની અંદર જ ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગર પોલીસ દ્વારા તેને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે તેવા આક્ષેપ સાથે હાઈકોર્ટમાં તેણે અરજી કરી હતી. ત્યારે હવે દિલ્હી પોલીસે આપેલી નોટિસને ગૌરવ નિવેદન આપવા જશે કે નહીં તે પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.