ETV Bharat / state

Gujarat Govt Mou : સરકારે ડીસીટીએલ સાથે એમઓયુ કર્યાં, પેટ્રોકેમિકલ્સ ઇન્ટરમિડીએટમાં ત્રણ પ્રોજેક્ટ માટે 5000 કરોડનું રોકાણ - આત્મનિર્ભર ભારત

ગુજરાત સરકારે દીપક નાઇટ્રેટ સાથે પેટ્રોકેમિકલ્સ ઇન્ટરમિડીએટમાં ત્રણ પ્રોજેક્ટ માટે 5000 કરોડનું રોકાણ કરવાના મહત્ત્વપૂર્ણ એમઓયુ સાઇન કર્યાં છે. આ એમઓયુથી 1500 લોકોને રોજગારી પૂરી પડાશે.

Gujarat Govt Mou : સરકારે ડીસીટીએલ સાથે એમઓયુ કર્યાં, પેટ્રોકેમિકલ્સ ઇન્ટરમિડીએટમાં ત્રણ પ્રોજેક્ટ માટે 5000 કરોડનું રોકાણ

author img

By

Published : May 23, 2023, 9:23 PM IST

ગાંધીનગર : ગુજરાત સરકાર અને દીપક કેમટેક વચ્ચે 5000 કરોડ રુપિયાના એમઓયુ ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યાં હતાં. એમઓયુ સંપન્ન થવાની વેળાએ ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી હાજર રહ્યાં હતાં. આ એમઓયુને પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીએટ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ માનવામાં આવ્યું છે.

પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીએટ ક્ષેત્રને લાભ : ગુજરાત સરકાર અને દીપક કેમટેક વચ્ચેના એમઓયુ હેઠળ ભરુચના દહેજમાં 2026-27 સુધીની ટાઇમલાઇનમાં કુલ ત્રણ પ્રોજેક્ટ સ્થપાવાના હોવાની જાણકારી આપવામાં આવી છે. સાથે આ ત્રણ પ્રોજેક્ટમાં કુલ 1500 લોકોને રોજગારીની તક મળશે તેમ પણ બહાર આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ આત્મનિર્ભર ભારત ’ મંત્રને અનુસરતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીએટ ક્ષેત્રે ગુજરાતને સેલ્ફ રિલાયન્ટ બનવા માટે મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે.

5000 કરોડના મૂડીરોકાણ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યતામાં ગાંધીનગરમાં રાજ્ય સરકાર વતી ઉચ્ચ અધિકારીઓ સાથે દીપક કેમટેક લિમિટેડ DCTL સાથે રુપિયા 5000 કરોડના મૂડીરોકાણ માટેના એમઓયુઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યાં હતાં. સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર અને DCTLના ડિરેક્ટર મેઘવ મહેતાએ આ એમઓયુના દસ્તાવેજોની આપલે કરી હતી.

ત્રણ પ્રોજેક્ટની સ્થાપના : આ એમઓયુ થકી દીપક કેમટેક લિમિટેડ દ્વારા દહેજ ખાતે કુલ 5000 કરોડના મૂડીરોકાણથી સ્પેશિયાલિટી કેમિક્લ્સ, ફીનોલ/એસિટોન અને બાયસ્ફીનોલનું ઉત્પાદન કરવા માટેના ત્રણ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવશે,જેના થકી આશરે 1500 જેટલા લોકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થશે તેમ જ આ પ્રોજેક્ટસ વર્ષ 2026-27 સુધીમાં કાર્યરત થશે તેમ પણ કંપનીના ડિરેક્ટર દ્વારા જણાવાયું હતું.

પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીયરીનું વર્તમાન માર્કેટ 180 બિલિયન યુએસ ડોલર છે જે થોડા વર્ષોમાં વધીને 650 બિલિયન યુએસ ડોલર થઇ જશે. ગુજરાત આ ક્ષેત્રે 50 ટકા એટલે કે 300 બિલિયન ડોલરની કિંમતના પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીએટનું ઉત્પાદન કરવાની ક્ષમતા કેળવી શકે છે. ઉપરાંત કેમિકલ્સ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ ક્ષેત્રે પણ સિદ્ધિ મેળવી શકાશે... દીપક મહેતા (દીપક નાઇટ્રેડ લિમિટેડના ચેરમેન)

સરકારની ઉદ્યોગોને સહાયને યાદ કરાઇ : આ પ્રસંગે ઉદ્યોગપ્રધાન બલવંતસિંહ રાજપૂતે રાજ્ય સરકારની ઉદ્યોગો માટેની પ્રોત્સાહક નીતિઓ અને તેના ફળસ્વરૂપે ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રમાં થઈ રહેલા મૂડી રોકાણની વિસ્તૃત વિગતો આપી હતી. તો ડીસીટીએલની પેરેન્ટ કંપની દીપક નાઇટ્રેડ લિમિટેડના ચેરમેન દીપક મહેતાએ રાજ્ય સરકારે કોવિડ મહામારીના સમયગાળામાં ઉદ્યોગોને કરેલી મદદ અને પ્રોત્સાહન સહાયને ખાસ બિરદાવ્યાં હતાં. રુપિયા 5000 કરોડના એમઓયુના દસ્તાવેજો થવાના પ્રસંગે મુખ્યપ્રધાનના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ઉદ્યોગ કમિશનર સંદિપ સાગલે સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

  1. Gujarat Govt MoU: ગુજરાત સરકારે ગૂગલ સાથે MOU કર્યા, ITના ઉપયોગથી પરિવર્તનની સરકારને આશા
  2. Atmanirbhar Bharat: ફાર્મા ક્ષેત્રે આત્મનિર્ભર ભારત અંતર્ગત ગુજરાત સરકારે કર્યા મોટા MoU
  3. Science City MoU : અમદાવાદ સાયન્સ સિટીમાં નિર્માણ પામશે ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.