ETV Bharat / state

Cyclone Biparjoy : કચ્છથી ઢૂંકડું બિપરજોય વાવાઝોડું, લોકોના સ્થળાંતર સહિત બચાવનો એક્શન પ્લાન તૈયાર - કચ્છના જખો બંદર ઉપર બિપરજોય વાવાઝોડું

બિપરજોય વાવાઝોડું ગુજરાતના કચ્છના દરિયાકિનારે ત્રાટકવાને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે પ્રાથમિકતાના ધોરણે કચ્છમાં દરિયાકાંઠાના ગામોમાં 17,739 લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે. કચ્છથી 290 કિલોમીટર જ દૂર વાવાઝોડું છે ત્યારે રેસ્ક્યૂ, વીજળી, રોડ રસ્તાઓ, મોબાઇલ ટાવર વગેરે માટે એક્શન પ્લાન તૈયાર છે જે વિશે રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ નિવેદન આપ્યું હતું.

Cyclone Biparjoy : કચ્છથી ઢૂંકડું બિપરજોય વાવાઝોડું, 47,113 લોકોના સ્થળાંતર સહિત બચાવનો એક્શન પ્લાન તૈયાર

author img

By

Published : Jun 14, 2023, 3:15 PM IST

Updated : Jun 14, 2023, 4:02 PM IST

47,113 લોકોનું સ્થળાંતર

ગાંધીનગર : ગુજરાતના દરિયા કિનારે બિપરજોય વાવાઝોડું ટકરાવાનો સમય નજીક આવી રહ્યો છે. ત્યારે સરકારી તંત્ર પણ હવે સંપૂર્ણ એલર્ટ મોડમાં મૂકી દેવામાં આવ્યું છે. જે જગ્યાએ એટલે કે કચ્છના જખો બંદર ઉપર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે ત્યાં 0 થી 10 કિલોમીટરની અંદર વસવાટ કરતા કુલ 47,113 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાંજ સુધીમાં વધુ સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે જ્યારે હાલમાં સાયક્લોન કચ્છથી ફક્ત 290 કિલોમીટર દૂર છે. ત્યારે સરકાર દ્વારા બચાવનો એક્શન પ્લાન તૈયાર છે.

હાલમાં સાયક્લોન 290 કિલોમીટર કચ્છથી દૂર છે અને કચ્છના જખૌ બંદર પર આ સાયક્લોન છે ત્યારે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેને લઇને 50,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. દ્વારકા ખંભાળિયા અને માંડવીમાં સાયકલોનની અસર પણ જોવા મળી છે જેમાં છેલ્લા 24 કલાકમાં 90 મિલિમીટર સુધીનો ભારેથી અતિ ભારે વરસાદ પણ ભારે પવન સાથે નોંધાયો છે...આલોકકુમાર પાંડે(રાહત કમિશનર)

કયા જિલ્લામાં કેટલા લોકોનું સ્થળાંતર : બિપોરજોય વાવાઝોડાની ઝપેટમાં આવતાં વિસ્તારોને લઇને સ્થળાંતર કરાયેલ લોકોની વિગત પણ જાહેર કરવામાં આવી છે. જેમાં જૂનાગઢમાં 4,462, કચ્છમાં 17,739, જામનગરમાં 8,542, પોરબંદરમાં 3,469, દ્વારકામાં 4,863, મોરબીમાં 1,936 અને રાજકોટમાં 4,497 એમ કુલ મળીને 47,113 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતર પ્રક્રિયામાં સગર્ભાઓની સ્થિતિ પ્રમાણે નજીકમાં દવાખાનું હોય તેવી રીતે સ્થાન આપવામાં આવ્યું છે.

સ્થળાંતરના આંકડા
સ્થળાંતરના આંકડા

સેટેલાઇટ ફોન અને હેમ રેડિયો સર્વિસ શરૂ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથેની સમીક્ષા કર્યા બાદ આલોકકુમાર પાંડે વધુમાં નિવેદન આપ્યું હતું કે સાયકલોનની ગતિ જે રીતની હશે તેને ધ્યાનમાં લઈને તમામ ટેકનોલોજી પડી ભાંગે તેવી પરિસ્થિતિ છે. ત્યારે સાયકલોન દરમિયાન અને રેસ્ક્યૂ દરમિયાન જો મોબાઈલ નેટવર્ક ન આવે તો સેટેલાઈટ ફોન અને હેમ રેડિયો સર્વિસ પણ શરૂ કરવામાં આવી છે. જેથી પ્રત્યાયનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે.

મોબાઇલ ટાવરોની ઇન્ટર કનેક્ટિવિટી શરુ : આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા હાલમાં મોબાઈલ ટાવરના ઇન્ટર કનેક્ટિવિટી સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં જો કોઈ એક કંપનીના ટાવરમાં નેટવર્ક લોસ્ટ થઈ જાય તો ઓટોમેટિક બીજી કંપનીમાં મોબાઈલ શરૂ થઈ શકે તેવી સિસ્ટમ સાયકલોન દરમિયાન શરૂ કરવામાં આવી હોવાનું નિવેદન આલોકકુમાર પાંડેએ આપ્યું હતું.

કચ્છમાં એનડીઆરએફની વધુ 2 ટીમ મોકલી : કચ્છમાં સાયક્લોન ત્રાટકવાનું છે ત્યારે તંત્ર દ્વારા એનડીઆરએફની જે બે ટીમ રાજકોટ ખાતે રિઝર્વ હતી તે બંને ટીમોને કચ્છમાં મોકલવામાં આવી છે. આલોક પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે એનડીઆરએફની ટીમ દ્વારા અત્યારે લોકોને સલામતી સ્થળે ખસી જવા અને વાવાઝોડા દરમિયાન શું કરવું શું ન કરવું તે બાબતની માહિતી પણ લોકોને આપવામાં આવી રહી છે. હાલમાં 8 જિલ્લામાં કુલ 18 જેટલી એનડીઆરએફ એસડીઆરએફ ટીમને તહેનાત કરવામાં આવી છે. ગાંધીનગરમાં એક ટીમ જે રીઝર્વ હતી તેને રાજકોટમાં મોકલવામાં આવી છે. આ ઉપરાંત પંજાબમાંથી અને તમિલનાડુમાંથી જરૂર પડશે તો વધુ ટીમ એરલિફ્ટ પણ કરવામાં આવશે.

તમામ વિભાગોની ટીમના કચ્છમાં ધામા : બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના રાહત કમિશનર આલોકકુમાર પાંડેએે જણાવ્યું હતું કે કચ્છમાં જે રીતે વાવાઝોડું છે તેને ધ્યાનમાં લેતા રાજ્ય સરકારના આરએમબી વિભાગ આરોગ્ય વિભાગ અને ઊર્જા વિભાગની ટીમો પણ કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં કે જ્યાં વાવાઝોડાની અસર થવાની છે ત્યાં મૂકવામાં આવી છે. જ્યારે 200થી વધુ ટીમ ઊર્જા વિભાગની તૈયાર કરવામાં આવી છે અને આરોગ્ય વિભાગની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. આમ વીજળીનો પુરવઠો ખોરવાય નહીં. તાત્કાલિક ધોરણે વહેંચણી સપ્લાય થઈ શકે તેને ધ્યાનમાં લઈને તમામ તૈયારીઓ સરકારી વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે આરએનબી વિભાગ દ્વારા પણ તમામ રસ્તાઓ સાયક્લોન દરમિયાન અને સાયકલોન બાદ તાત્કાલિક ધોરણે મોટરેબલ થઈ જાય તેને લઈને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

  1. Cyclone Biparjoy: જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના 78 જવાનો દ્વારકા રવાના, એક્શનમોડમાં સૈન્ય
  2. Cyclone Biparjoy Live Updates: અસરગ્રસ્ત જિલ્લા મોબાઇલ યુઝર્સ કોઈપણ કંપનીના નેટવર્ક યુઝ કરી શકશે
  3. Cyclone biparjoy: અમિત શાહે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8000 કરોડ રૂપિયાની જાહેરાત કરી

Last Updated : Jun 14, 2023, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.