ગાંધીનગરઃ બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને કેેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર કામ કરી રહી છે. મનસુખ માંડવિયા બાદ હવે વડાપ્રધાન મોદી વાવાઝોડાને લઈને એક મહત્ત્વની બેઠક કરી શકે છે. ગુજરાતના મુખ્યપ્રધાન તથા ઉચ્ચ અધિકારીઓ સાથે તેઓ વિડિયો કોન્ફરન્સ થકી જોડાઈ શકે છે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈને શાળા, કોલેજોમાં 3 દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે. સરકારી, ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરાઇ છે. તારીખ 13 મી જુનથી 15જૂન રજા જાહેર કરી દેવામાં આવી છે. આચાર્ય તથા સ્ટાફે હેડ કવાર્ટર પર ફરજિયાત હાજરી આપવાની રહેશે.
-
Prime Minister Narendra Modi to hold a meeting to review the situation related to Cyclone Biparjoy at 1pm today: Sources pic.twitter.com/1yn90tlnD1
— ANI (@ANI) June 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Prime Minister Narendra Modi to hold a meeting to review the situation related to Cyclone Biparjoy at 1pm today: Sources pic.twitter.com/1yn90tlnD1
— ANI (@ANI) June 12, 2023Prime Minister Narendra Modi to hold a meeting to review the situation related to Cyclone Biparjoy at 1pm today: Sources pic.twitter.com/1yn90tlnD1
— ANI (@ANI) June 12, 2023
કચ્છમાં તૈયારીઓ શરૂઃ કચ્છના કલેકટરે તમામ વિભાગોને સર્તકતાથી આયોજનપૂર્વક કામ કરવા સૂચનો કર્યા છે. ખાસ કરીને કિનારાના પ્રદેશનો ખાસ સૂચના આપી દેવામાં આવી છે. જરૂરિયા અનુસાર લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. આ ઉપરાંત 16 જુન સુધી એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. કિનારાના પ્રદેશમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. દરિયા બાજુંના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
ગામડાંઓમાં પણ એલર્ટઃ દરિયા કાંઠાના 0થી 5 કિલોમીટરની અંદર 72 જેટલા ગામડાંઓ છે. જેમને શેલ્ટર હોમની મેપિંગ કરવામાં આવી છે. તો 0 થી 10 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામડાઓની પણ મેપીંગ કરવામાં આવી છે. દરિયા કાંઠાના ગામડાઓમાં સતત માઇક મારફતે સૂચનો આપવામાં આવી રહ્યા છે. બીચ તેમજ દરિયા કાંઠે આવેલા મંદિર બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવ્યા છે. કાચા ઝુંપડા જેવા આવાસમાં રહેતા 8300 જેટલા લોકોને સ્થળાંતર કરવા માટે તેમજ શેલ્ટર હોમમાં સહારો આપવા માટેની પણ કામગીરી કરવામાં આવી રહી છે.