ગાંધીનગર: ગુજરાતના દરિયા કિનારે 15 જૂનની આસપાસ બિપરજોય નામનું વાવાઝોડું ત્રાટકવાનું છે. 14 જૂનની બપોરની આસપાસ તેની અસરો પણ મોટાભાગે શરૂ થઈ જશે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
પુનઃ વ્યવસ્થાપન માટેનું આયોજન પૂર્ણ: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વધુમાં નિવેદન આપ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા વાવાઝોડા બાબતે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે અને રાજ્ય સરકારે કુદરતી આ બધાને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ કરી દીધી છે અને ઝીરો એજ્યુલીટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે બચાવ રાહત અને પુનઃ વ્યવસ્થાપન માટેની આયોજન પૂર્ણ કરી દીધા છે.
સૂચનાઓનું પાલન કરવા અપીલ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા નાગરિકોને ઘરમાં જ રહેવાની સૂચના રાજ્યના આપવામાં આવી છે. ઉપરાંત ઘરમાંથી બહાર નીકળવાનું ટાળીને વૃક્ષ નીચે થાંભલાઓ અથવા તો જૂના જજરીત મકાનોમાં આશરે લેવાનું ટાળવાની સૂચના પણ આપવામાં આવી છે. આ ઉપરાંત વીજળીના તાર અને વીજ ઉપકરણોને ન અડવાની સૂચના પણ આપવામાં આવી છે. જ્યારે જરૂરિયાતના સમય સ્થળાંતર માટે તંત્રનો સહયોગ અને સૂચનાઓનું પાલન કરવા બાબતે લોકોને અપીલ કરી છે.
15 તારીખે બિપરજોય ટકરાશે: રાહત કમિશનર આલોક પાંડેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બિપરજોય નામનું વાવાઝોડું 15 તારીખે સવારે ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાનું હતું પરંતુ હવે હવામાન વિભાગની આગાહી મુજબ 15 તારીખે 130 કિલોમીટર પ્રતિ કલાકના પવનની ગતિ સાથે વાવાઝોડું સાંજના અથવા તો બપોરના સમયે લેન્ડફોલ થશે.