ગાંધીનગર : રાજ્યના દરિયા કિનારે મંગળવારે રાત્રે અને બુધવારની આસપાસ બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઝીરો કેજ્યુલટીના મંત્ર સાથે તંત્રએ તૈયારીઓને આખરી રૂપ આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રવિવારે કોસ્ટલ કલેકટર સાથે વિડિઓ કોન્ફરન્સ યોજીને ઝીરો કેજ્યુલટી બાબતે કામગીરીની સમીક્ષા કરી હતી.
![ઝીરો કેજ્યુલટી બાબતે કામગીરીની સમીક્ષા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18733555_1.jpg)
એનડીઆરએફની વધુ ટીમ રાજસ્થાન મહારાષ્ટ્રથી મંગાવાઈ : ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં દરિયાકિનારે બિપરજોય નામનું વાવાઝોડું ટકરાવાનું છે તેને ધ્યાનમાં લઈને એનડીઆરએફની વધારાની 6 ટીમ મંગાવવામાં આવી છે. આ છ ટીમ પૈકી ચાર ટીમ મહારાષ્ટ્રના પૂનાથી અને રાજસ્થાનના કિશનગઢથી બે એનડીઆરએફ ટીમ મંગાવવામાં આવી છે.
-
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા કલેક્ટરો સાથે બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે જિલ્લા તંત્રના આપત્તિ વ્યવસ્થાપન અને સજ્જતાની સમીક્ષા કરી મહત્વપૂર્ણ દિશાનિર્દેશો આપ્યા હતા.… pic.twitter.com/rBHoIfW6fu
— CMO Gujarat (@CMOGuj) June 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા કલેક્ટરો સાથે બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે જિલ્લા તંત્રના આપત્તિ વ્યવસ્થાપન અને સજ્જતાની સમીક્ષા કરી મહત્વપૂર્ણ દિશાનિર્દેશો આપ્યા હતા.… pic.twitter.com/rBHoIfW6fu
— CMO Gujarat (@CMOGuj) June 11, 2023મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા કલેક્ટરો સાથે બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે જિલ્લા તંત્રના આપત્તિ વ્યવસ્થાપન અને સજ્જતાની સમીક્ષા કરી મહત્વપૂર્ણ દિશાનિર્દેશો આપ્યા હતા.… pic.twitter.com/rBHoIfW6fu
— CMO Gujarat (@CMOGuj) June 11, 2023
સ્ટેન્ડ બાય : ટીમો જ્યારે ગાંધીનગરમાં બે ટીમ અને અમદાવાદમાં એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સાથે જ પોરબંદર ગીર સોમનાથ વલસાડ રાજકોટ મોરબી જૂનાગઢ અને દીવ જિલ્લામાં એનડીઆરએફની એક એક ટીમ તથા જામનગર અને કચ્છમાં એનડીઆરએફની બે ટીમની ફાળવણી કરવામાં આવી છે. અને પ્રતિ ટીમમાં 450થી વધુ જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
6 જિલ્લામાં સ્થળાંતર પ્રક્રિયા શરૂ : બિપરજોય નામનું વાવાઝોડું પોરબંદર, કચ્છ અને દ્વારકામાં ટકરાવાની શક્યતા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 6 જિલ્લામાં જેવા કે પોરબંદર, દ્વારકા, ક્ચ્છ, ગીર સોમનાથ, જામનગરમાં દરિયા કિનારે એન્ડ નીચાણ વિસ્તારમાં વસવાટ કરતા આશરે 50,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવશે.
સ્થળાંતર માટે જગ્યાઓ નક્કી : આ માટે તંત્ર દ્વારા શેલ્ટર હોમની વ્યવસ્થા સરકારી શાળાઓ અને સમાજની વાડીઓ કરવામાં આવી છે. જ્યારે જિલ્લા કલેકટર સૂચના આપશે ત્યારે ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. જ્યારે ગુજરાત પોલીસ એલર્ટ કરવામાં આવી છે.
કચ્છ જામનગર મોરબી ગીર સોમનાથ પોરબંદર અને દ્વારકા જિલ્લામાં શેલ્ટર હાઉસ બનાવવામાં આવશે. આ સાથે 5 થી 10 કિલોમીટર સુધીના દરિયાકાંઠા વિસ્તારના લોકોને આ વાવાઝોડાની અસર થવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી..આલોક પાંડે(રીલીફ કમિશનર )
કેન્દ્ર સરકાર પણ વિડીઓ કોન્ફરન્સથી સમીક્ષા કરશે : આજે બપોરે 1 કલાકની આસપાસ રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે વિડીઓ કોન્ફરન્સ યોજીને બિપરજોય નામના વાવાઝોડાની સમીક્ષા કરશે જ્યારે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને બિપરજોય વવાઝોડાની સમીક્ષા કરશે.
15 જૂન રાત્રે 1 વાગ્યાથી ભારે અસર શરૂ : ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય નામનું વાવાઝોડું આવે છે ત્યારે 15 જૂન બપોરના 1:00 વાગ્યાથી તેની અસર દેખાવાની શરૂ થશે. ભારે પવન પણ ફુકાશે. જ્યારે વિન્ડી ડોટ કોમ અનુસાર 15 તારીખે સાંજે 10:00 વાગ્યા બાદ અને મોડી રાત્રે જ વાવાઝોડું દરિયા કિનારે ટકરાશે. આમ સરકાર દ્વારા 12 અને 13 જૂનના દિવસે તાત્કાલિક ધોરણે તમામ પ્રકારના પગલાં લેવામાં આવશે.
- Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોયને લઈને PM મોદીની સમીક્ષા બેઠક, 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણ બંધ કરાશે
- Cyclone Biparjoy : જામનગર એસએસબી ગ્રાઉન્ડ પર આવી એનડીઆરએફની એક ટીમ, ઈન્સ્પેકટરે કરી ખાસ વાત
- Cyclone Biparjoy: કચ્છના દરિયાકાંઠાના 9000 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે: ઋષિકેશ પટેલ