ગાંધીનગરઃ આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યાં પ્રમાણે રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા 24 કલાકમાં કુલ સંક્રમિત કેસોની સંખ્યા વધી છે.
રાજ્યમાં કોરોના વાયરસના 24 કલાકમાં 362 કેસ નોંધાયાં છે, જ્યારે 24 કલાકમાં 24 લોકોનાં મોત થયાં છે.
આ દરમિયાન રાજ્યમાં નવી ડિસ્ચાર્જ પોલીસી અમલમાં આવ્યાં બાદ 446 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 8904 થઈ છે.