ETV Bharat / state

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાનો નવો રેકોર્ડ, 783 પોઝિટિવ કેસ, 569 ડિસ્ચાર્જ, 16ના મોત

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉન વધવાની અફવાઓ વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 783 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 16 દર્દીનાં મોત થયા છે.

રાજ્યમાં 24 કલાકમા કોરોનાનો નવો રેકોર્ડ, 783 કેસ, 569 ડિસ્ચાર્જ, 16ના મોત

author img

By

Published : Jul 8, 2020, 7:58 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 783 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 16 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 38,419 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે બુધવારે 569 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં 24 કલાકમા કોરોનાનો નવો રેકોર્ડ
રાજ્યમાં 24 કલાકમા કોરોનાનો નવો રેકોર્ડ

ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 149, સુરત મહાપાલિકા વિસ્તારમાં 215, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 55, સુરત 58, રાજકોટ કોર્પોરેશન 26, વલસાડ 27, દાહોદ 18, ભરૂચ 16, સુરેન્દ્રનગર 16, મહેસાણા 15, બનાસકાંઠા 15, નવસારી 14, રાજકોટ 13, ભાવનગર કોર્પોરેશન 12, વડોદરા 12, ગાંધીનગર 11, ખેડા 11, કચ્છ 10, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, સાબરકાંઠા 8-8, જુનાગઢ કોર્પોરેશન, અમદાવાદ, ભાવનગર, અમરેલી 7-7, આણંદ 5 પાટણ, મહીસાગર, નર્મદા, ગીર સોમનાથ, જુનાગઢ 4-4, મોરબી 3, ડાંગ 3, અરવલ્લી 2, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, જામનગર અને તાપીમાં 1-1 કેસ સામે આવ્યો છે. જ્યારે 67 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે.

અત્યાર સુધી 1995 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 22418 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત શહેર રાજ્યમાં આજે પણ સૌથી ટોપ ઉપર રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 215 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 58 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 273 સામે આવી ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.