ETV Bharat / state

ગાંધીનગરમાં કોરોના વાઇરસનો કહેર: 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 41 સક્રિય કેસ - સંક્રમણ

રાજ્યના પાટનગરમાં મંગળવારે કોરોનાના 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે કારણે કોરોના પોઝિટિવ કેસનો આંક વધીને 146 પર પહોંચ્યો છે.

Corona virus outbreak in Gandhinagar
Corona virus outbreak in Gandhinagar
author img

By

Published : Jun 11, 2020, 5:07 AM IST

ગાંધીનગર: મંગળવારે કોરોના વાઇરસના વધતા સંક્રમણે વિરામ લીધા બાદ પાટનગરમાં 3 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 3 પુરૂષોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં પાટનગરમાં કુલ દર્દીઓનો આંક 146 પર પહોંચ્યો છે. ત્રણેય દર્દીને ગાંધીનગર સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

ગાંધીનગર કોરોના અપડેટ
ગાંધીનગર કોરોના અપડેટ

સેકટર-23માં રહેતો 30 વર્ષીય યુવક અને સેકટર-28માં રહેતો 43 વર્ષીય પુરૂષ કોરોનાગ્રસ્ત થયા છે. સેક્ટર-14મા રહેતાં બ્લડપ્રેશર અને ડાયાબિટીસની તકલીફ ધરાવતા 68 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ ત્રણેય દર્દીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

કડી તાલુકાના ગોવિંદપુરા ગામે રહેતા 53 વર્ષીય આધેડ સેકટર-બી ખાતે રહેતા પોતાના સંબંધીના ઘરે આવ્યા હતા. તેમની તબિયત કથળતા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે, પરંતુ આ કેસને ગાંધીનગરના બદલે કડીમાં ગણવામાં આવશે. ગાંધીનગર મનપા વિસ્તારના 8 દર્દીઓ સારવાર બાદ સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જેમાં 5 મહિલા અને 3 પુરૂષનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.