ગાંધીનગર: ચીન સહિત 10 દેશોમાં કોરોના સંક્રમણમાં વધારો(Increase in corona infections) થયો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યને એલર્ટ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાન હેઠળ આરોગ્ય વિભાગની બેઠક યોજાઇ (review meeting of the health department)હતી. જેમાં કોરોના ગુજરાતમાં ફેલાય તો તંત્રની કેવી તૈયારીઓ છે એ તમામ મુદ્દે ઉપરાંત વેક્સીનેશન, બેડની સંખ્યા, દવાની ઉપલબ્ધતા બાબતે ચર્ચા કરવામાં આવી (corona sub variant omicron bf7 in gujarat) હતી.
તમામ આરોગ્ય સચિવને કરાઈ જાણ: રાજયના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ(State Health Secretary Manoj Aggarwal) મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા એક કાગળ દેશના તમામ રાજ્યના આરોગ્ય સચિવને લખવામાં આવ્યો છે. જેમાં ચીન, જાપાન, યુ.એસ.એમ દક્ષિણ કોરિયા જેવા દેશોમાં સંક્રમણ ફેલાયું છે અને કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તે બાબતની કેન્દ્ર સરકારે તમામ રાજ્યના આરોગ્ય સચિવને પત્ર લખીને જિનોમ સિક્વન્સ બાબતનો ભાર મૂકવામાં (Genome sequence of covid patient)આવ્યો છે. જો જિનોમ સિક્વન્સ (Genome sequence of covid patient)ઓછુ કરવામાં આવી રહ્યું હોય તો તેની સંખ્યામાં વધારો કરવાની સૂચના કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. તે અંતર્ગત આજે આરોગ્ય મંત્રાલય દ્વારા અને ગુજરાતમાં બેઠક યોજાઈ હતી.
આ પણ વાંચો ડ્રગનો વેપલો બીજા કરે છે અને બાળકો આપણા ખતમ થાય છે: અમિત શાહ
કેન્દ્ર સરકારની સૂચના ધયન ધ્યાનમાં લેવાશે: મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આરોગ્ય વિભાગનું તંત્ર સંપૂર્ણપણે થઈ ગયું છે. દિલ્હી આરોગ્ય મંત્રાલય દ્વારા જે પણ સૂચના આવશે તે તાત્કાલિક ધોરણે અમલીકરણ કરવામાં આવશે. ગુજરાતની પરિસ્થિતિ અત્યારે સંપૂર્ણ કાબુમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા જે પણ સૂચના આપવામાં આવશે તે રાજ્ય સરકાર કોર્પોરેશન જિલ્લા અને તાલુકા કક્ષાએ આરોગ્ય અધિકારીઓને સંકલિત કરીને સૂચનાઓ આપશે અને તે મુજબની જ કાર્યવાહી કરવામાં આવશે.
8000 સેમ્પલનું થઈ રહ્યું છે જીનોમ સિકવન્સ: ગુજરાત સરકારના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. તેમ છતાં પણ પ્રતિદિન 7000થી 8000 જેટલા સેમ્પલનું જિનોમ સિકવન્સ કરવામાં આવી રહ્યું છે. હાલમાં પોઝિટિવ કેસો સિંગલ ડિજીટમાં આવી રહ્યા છે જ્યારે પ્રતિ માસ સરેરાશ 40 જેટલા જ છે. જ્યારે હાલમાં ગુજરાતમાં ફકત 20 કેસ જ એક્ટિવ છે અને હોસ્પિટલમાં એક પણ કોરોના અસરગ્રસ્ત દર્દી દાખલ નથી. તેમ છતાં પણ આગોતરા આયોજન મુજબ ગુજરાતમાં બેડની સંખ્યા, દવાનો પૂરતો જથ્થો અને સ્ટાફની સંખ્યા બાબતે પણ આયોજન કરી લેવામાં આવ્યું છે.
રાજ્યમાં કોરોના 20 કેસ એક્ટિવ: રાજ્યમાં આરોગ્ય વિભાગની માહિતી પ્રમાણે 20 જેટલા કેસ એક્ટિવ છે. જેમાં 20 દર્દીઓ સ્ટેબલ માનવામાં આવી રહ્યા છે. ગઈ કાલે રાજ્યમાં કોરોના બે કેસ નોંધાયા હતા જેમાં અમદાવાદ 01, બનસકાંઠા 01 કેસ નોંધાયો હતો. રાજ્યમાં 20 પોઝિટિવ દર્દીમાંથી એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. ગઈ કાલે કુલ 3030 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો અમદાવાદ અને વડોદરામાં કોરોનાનો નવા વેરીયન્ટનો શંકાસ્પદ કેસ મળતા તંત્ર હરકતમાં
કોવીડ કેર સેન્ટર એલર્ટ પર: કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતની હોસ્પિટલોમાં બે ની સંખ્યા ઓછી થઈ હતી ત્યારે કોવીડ કેર સેન્ટર અલગ અલગ શહેરના વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યા હતા. આ બાબતે ETV ભારતે પ્રશ્ન કર્યો હતો જેના પ્રતિઉત્તરમાં રાજ્યના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે કોવીડ કેર સેન્ટર અત્યારે સ્ટેન્ડ બાય ઉપર મૂકવામાં આવ્યા છે. હાલની તારીખમાં એક પણ કોવિડ કેર સેન્ટર કાર્યરત નથી, પરંતુ દિલ્હીથી જે સૂચના આવશે તે તમામ સૂચનાનું અમલીકરણ કરવામાં આવશે. વ્યવસ્થા તમામ કરવામાં આવી છે અને જે કોવિડ કેર સેન્ટર હતા તેને અત્યારે તાત્કાલિક ધોરણે એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે અત્યારે 33 જિલ્લામાંથી એક પણ કોબીડ હોસ્પિટલમાં દર્દી દાખલ નથી જેથી હાલના તબક્કે કોવીડ કેર સેન્ટર ને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. ઉપરાંત મેડિકલ ઓકસીજન પ્લાન્ટ, ઓકસીજન પાઇપ લાઇન, ઓકસીજન પ્લાન્ટ, દવાનો જથ્થોને એલર્ટ રાખ્યા છે.