ETV Bharat / state

Copper Tube Plant : એસી અને ફ્રીજમાં ઉપયોગમાં આવતી કોપર ટ્યુબનું ઉત્પાદન ગુજરાતમાં થશે, ક્યાં હશે અને કોણ બનાવશે તે જૂઓ - આત્મનિર્ભર ગુજરાત

પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાતનું સૂત્ર આપ્યું છે તે સાકાર કરવા ગુજરાત સરકારનો હરહંમેશ પ્રયત્ન થતો રહ્યો છે. આ શૃખંલામાં આજે મહત્ત્વના એમઓયુ સાઇન થયાં છે. ગુજરાતમાં પ્રથમ વખત એસી અને ફ્રીજમાં ઉપયોગમાં આવતી કોપર ટ્યુબનું ઉત્પાદન કરવાનો એમઓયુ ખાનગી કંપની સાથે કરવામાં આવ્યા છે.

Copper Tube Plant : એસી અને ફ્રીજમાં ઉપયોગમાં આવતી કોપર ટ્યુબનું ઉત્પાદન ગુજરાતમાં થશે, ક્યાં હશે અને કોણ બનાવશે તે જૂઓ

author img

By

Published : Feb 13, 2023, 6:26 PM IST

ગાંધીનગર : ગુજરાતમાં રોજગારી વધારવા અને ઈન્સ્ટ્રીઝ ગુજરાતમાં લાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જ્યારે પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાતનું સૂત્ર આપ્યું છે જેને ધ્યાનમાં લઈને ગુજરાતમાં પ્રથમ વખત ગુજરાતમાં પ્રથમ વખત એસી અને ફ્રીજમાં ઉપયોગમાં આવતી કોપર ટ્યુબનું ઉત્પાદન કરવાના એમઓયુ ખાનગી કંપની સાથે કરવામાં આવ્યા છે.

સાણંદ જીઆઈડીસીમાં સ્થપાશે પ્લાન્ટ
સાણંદ જીઆઈડીસીમાં સ્થપાશે પ્લાન્ટ

2024 સુધી ઉત્પાદન પ્રક્રિયા થશે : AC અને ફ્રીજ બનાવવાના ઉપયોગમાં આવતી કોપર ટ્યુબનું ઉત્પાદન હવે 2024 સુધીમાં અમદાવાદના સાણંદ જીઆઈડીસીમાં કરવામાં આવશે. જ્યારે કોપર ટ્યુબ ઉત્પાદનનો પ્રથમ પ્લાન્ટ ગુજરાતમાં બનશે. આ પ્લાન્ટ વિશે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે જાન્યુઆરી 2024માં ઉત્પાદન શરૂ થશે. જેથી 1500 જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીનું સર્જન થશે. આમ આજે મેટટ્યુબ કોપર ઇન્ડીયા પ્રા.લિ અને ગુજરાત સરકાર વચ્ચે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એમઓયુ થયા હતા.

આ પણ વાંચો DGGI and NFSU MoU : ડીજીજીઆઈ એનએફએસયુ સાથે ડિજિટલ ફોરેન્સિક લેબોરેટરી સ્થાપશે, મોટા આર્થિક ગુના ઉકેલશે

દેશનો પ્રથમ પ્લાન્ટ : સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સાણંદ-II ઔદ્યોગિક વિસ્તારમાં મેટટ્યુબ ઇન્ડીયા પ્રા.લિ પોતાનો આ કોપર ટ્યુબ મેન્યૂફેકચરીંગ પ્લાન્ટ શરૂ કરશે. જે સંભવતઃ જાન્યુઆરી 2024 માં ઉત્પાદન શરૂ કરે તેવી નેમ રાખવામાં આવી છે. આ કોપર ટ્યુબ ઉત્પાદન પ્લાન્ટ ભારત અને ગુજરાતમાં પ્રથમવાર શરૂ થશે તેવું જણાવવામાં આવ્યુ હતું. કેન્દ્ર સરકારે કોપર ટ્યુબ ઉત્પાદનને દેશમાં જ પ્રમોટ કરવા આપેલા પ્રોત્સાહનોને પગલે આ સૂચિત પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે. ફિફથ જનરેશનના કોપર ટ્યુબના નિર્માણથી ભવિષ્યમાં ઉપકરણોના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં આ સૂચિત પ્લાન્ટ મદદરૂપ થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આ સૂચિત પ્લાન્ટ શરૂ કરવા માટેની યોગ્ય જરૂરી મદદ રાજ્ય સરકાર કરશે તેમ પણ જણાવ્યું હતું.

મેટટ્યુબ કોપર ઇન્ડીયા બનાવશે કોપર ટ્યુબ
મેટટ્યુબ કોપર ઇન્ડીયા બનાવશે કોપર ટ્યુબ

મલેશિયામાં સોથી મોટો પ્લાન્ટ : મેટટ્યુબ કોપર ઇન્ડીયાના ચેરમેન અપૂર્વ બાગરીએ જણાવ્યું હતું કે તેઓ મલેશિયામાં એક મોટો પ્લાન્ટ ચલાવે છે. ઉચ્ચ કાર્યક્ષમ ઇકો ફ્રેન્ડલી કોપર ટ્યુબના ઉત્પાદનનો ઉપયોગ મુખ્યત્વે વર્લ્ડકલાસ એપ્લાયન્સ મેન્યૂફેકચરીંગ કરતા ઉત્પાદકો કરે છે. હવે કોપર ટ્યુબનો સૂચિત પ્રોજેક્ટ શરૂ કરવા તેઓએ ગુજરાતના સાણંદ પર પસંદગી ઉતારી છે. આ સૂચિત પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની ઇકો સિસ્ટમ દ્વારા અંદાજે 1500 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળતી થશે.

આ પણ વાંચો ડિફેન્સ એક્સપો પૂર્ણ : 451 MOU સાથે 40 હજાર કરોડના MOU સાઈન થયા

MOU માં કોણ રહ્યું : હાજર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ઉદ્યોગ, ખાણ વિભાગ અને કોપર ટ્યુબના ઉત્પાદન તથા વિકાસમાં અગ્રણી કંપની મેટટ્યુબ કોપર ઇન્ડીયા પ્રા.લિ. વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન થયા હતા. ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત તેમજ ઉદ્યોગ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને સાંસદ નરહરિ અમીન પણ આ એમઓયુ એક્સચેન્જ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી તથા મેટડીસ્ટ ગૃપના અધ્યક્ષ અપૂર્વ બાગરીએ આ એમઓયુની પરસ્પર આપલે કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.