ગાંધીનગર: લોકડાઉનનું કડક પાલન કરવા છતા પણ રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સક્રમિતોની સંખ્યા વધીને 108 થઈ છે. આ બાબતે જયંતિ રવિ વધુ જમા જણાવ્યું હતું કે, શનિવાર સવારે 5 કેસ આવ્યા બાદ બીજા અન્ય ત્રણ કેસોનો સામે આવ્યાં છે. જેમાં અમદાવાદના 2 કેસોમાં અને સુરતમાં 1 કેસોનો વધારો થયો છે.
કુલ 108 પોઝિટિવ કેસમાંથી 14 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. જ્યારે હોમ ક્વોરેન્ટાઇન હેઠળ 14,520 લોકોને અંદર ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે હોમ ક્વોરેન્ટાઇન ભંગ બદલ 402 કેસ નોંધવામાં આવ્યા છે.
ક્યાં શહેરમાં કેટલા કેસો.. | |
અમદાવાદ | 45 |
સુરત | 13 |
ગાંધીનગર | 13 |
રાજકોટ | 10 |
વડોદરા | 9 |
ભાવનગર | 9 |
ગિર સોમનાથ | 2 |
પોરબંદર | 3 |
કચ્છ | 1 |
પંચમહાલ | 1 |
પાટણ | 1 |
કોરોના સામે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા અને રાજ્ય કોલ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના કોલ સેન્ટર નંબર 104માં કુલ 33,000થી વધુ ફોન આવ્યા છે. જેમાંથી 570 જેટલા લોકોને સારવાર આપવામાં આવી છે, અથવા તો તે લોકોને સલાહ સુચન પણ કરવામાં આવી છેે. જિલ્લા 1100 હેલ્પલાઇનમાં 1297 ફોન નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના અત્યારે કોરોના હબ છે. ત્યારે આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ખાસ કરીને ભાગે અમુક વિસ્તારને સીઝ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યાં પણ આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તમામ લોકોને આરોગ્યની તપાસ કરવામાં આવશે. કોઈપણ કોરોના પોઝિટિવ કેસ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે નહીં. તે બાબતે પણ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
કોરોનાથી બચવા અત્યારે સામાન્ય વ્યક્તિ પણ મોઢા પર માસ્ક પહેરીને ફરે છે. n95 માસ્ક બજારમાં ઓછા ઉપલબ્ધ ન હોવાના કારણે લોકો અનેક ફરિયાદ કરી રહી છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, માસના બદલે તમે કોટનના ઘરે બનાવેલા અને વોસેબલ માસ્ક પણ ઉપયોગી રહે છે.