ETV Bharat / state

Congress on Budget 2023 : સામાન્ય ગુજરાતીઓને ન્યાય નહીં મળે, મોંઘવારી ઘટાડવાનું કોઈ આયોજન નથી

ગુજરાત સરકારના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ આજે વિધાનસભા ગૃહમાં 11 કલાકે નાણાકીય વર્ષ 2023-24 માટેનું કુલ 3,01,022 કરોડ નું બજેટ રજૂ કર્યું હતું. કોંગ્રેસ પક્ષે બજેટને યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને સામાન્ય ગુજરાતીઓને અન્યાય કરતું બજેટ ગણાવ્યું છે.

Congress on Budget 2023 : સામાન્ય ગુજરાતીઓને ન્યાય નહીં મળે, મોંઘવારી ઘટાડવાનું કોઈ આયોજન નથી
Congress on Budget 2023 : સામાન્ય ગુજરાતીઓને ન્યાય નહીં મળે, મોંઘવારી ઘટાડવાનું કોઈ આયોજન નથી
author img

By

Published : Feb 24, 2023, 5:07 PM IST

કોંગ્રેસ પક્ષે બજેટને યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને સામાન્ય ગુજરાતીઓને અન્યાય કરતું બજેટ ગણાવ્યું

ગાંધીનગર : કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ બજેટ બાબતે આક્ષેપ સાથે નિવેદન કર્યું હતું કે ગુજરાતમાં નવી ચૂંટાયેલી ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકાર દ્વારા ગુજરાત અને ગુજરાતીઓ માટે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતીઓની અપેક્ષા હતી કે ચૂંટણીમાં 156 જેટલી સીટોની બહુમતી સાથે જ્યારે સરકાર બની છે તો અમૃતકાળના આ બજેટમાં નવી જોગવાઈઓ હશે. પણ એક પણ નવી જોગવાઈ ન હોવાના આક્ષેપ અમિત ચાવડાએ કર્યા હતાં.

અમૃતકાળના બજેટમાં અમૃત નહીં : ચાવડા અમિત ચાવડાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે સરકાર આ બજેટમાં રાહત આવશે, યોજનાઓની ભરમાર આવશે, નવી ભરતીઓ આવશે, કર્મચારીઓની માગણીઓ, અને ખેડૂતોના દેવા માફ થશે, ખેડૂતોની આવક બમણી થશે. અપેક્ષાઓ સાથે લોકો બજેટની રાહ જોઈ રહ્યા હતા. પણ અમૃતકાળમાં લોકોના ભાગે અમૃત ન આવ્યું. ચૂંટણી પૂરી થઈ, ભાજપના ભાષણો ભુલાયા અને લોકોની આશા ઠગારી નીવડી હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો Gujarat Budget 2023: ગુજરાતમાં ગેસ સસ્તો, PNG અને CNG ગેસના વેટમાં ઘટાડો કરાયો

ખેડૂતોના દેવા માફ ના થયા અમિત ચાવડાએ ખેડૂતોના પ્રશ્ન બાબતે નિવેદન સાથે આક્ષેપ કર્યા હતા કે બજેટ પ્રથમ દ્રષ્ટિએ જોઈ શકાય છે ગુજરાતના ખેડૂતોને આશા અને અપેક્ષા હતી કે પીએમ મોદીએ ભાષણોમાં કીધું હતું, ચૂંટણીમાં વચન આપ્યા હતા કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરી એનાથી વિપરીત ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ અને દેવાદાર બન્યો છે. જયારે ખેડૂતોની અપેક્ષા હતી કંઈક આવક બમણી કરવા માટે નવી ચૂંટાયેલી સરકાર બજેટમાં કંઈક જોગવાઈઓ લાવશે પણ નવી ચૂંટાયેલી સરકાર ખેડૂતોના જે આર્થિક દેવા છે એને માફ કરવા માટેની કોઈ જોગવાઈઓ લાવશે. એનાથી વિપરીત કોઈપણ ખેડૂતોની આવક વધારવા કે દેવા માફ કરવાનું કોઈ આયોજન કે બજેટમાં જોગવાઈ જોવા ના મળે એટલે આ બજેટથી ખેડૂત નિરાશ થયો છે.

અમૃતકાળમાં લોકોના ભાગે અમૃત ન આવ્યું
અમૃતકાળમાં લોકોના ભાગે અમૃત ન આવ્યું

યુવાનો બેરોજગાર અને નવી સરકારી નોકરીની જાહેરાત નહીં અમિત ચાવડાએ આક્ષેપ કર્યા હતા કે ગુજરાતનો યુવાન કે જે મોંઘો શિક્ષણ લીધા પછી રોજગાર સંખ્યા છે. પરીક્ષામાં પેપરો ફૂટીને પોતાનું નસીબ ફૂટ્યા છે. ત્યારે યુવાનોને પણ આશા હતી કે 156 સીટો સાથે સરકાર આવી છે તો ચોક્કસ નવી ભરતીઓની ભરમાર જાહેરાત થશે, નવી ભરતીઓ નવી નોકરીઓ રોજગાર માટેની નવી તકોનું નિર્માણ થશે, પણ આ બજેટમાં એક પણ નવી ભરતીની જાહેરાત નથી કરવામાં આવી કે નવી નોકરીઓ કે નવા રોજગાર માટેનું કોઈ નક્કર આયોજન બજેટમાં નથી જોવા મળ્યું.

મધ્યમવર્ગના લોકો બજેટમાં ભુલાયા અમિત ચાવડાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે આ સરકાર ગુજરાતના મધ્યમવર્ગ અને ગુજરાતનો સામાન્ય વ્યક્તિને ભૂલી ગયા છે. એક બાજુ મોંઘવારી કૂદકેને ભુસકે વધતી હોય ઘર ચલાવવાનું મુશ્કેલ હોય એવા સંજોગોમાં સરકાર કઈ કેવી વધારાની રાહતો આપશે કે જેથી કરીને મોંઘવારી ઘટે ને ઘર સારી રીતે ચાલે. પણ ના મોંઘવારી ઘટાડવા માટેનું કોઈ આયોજન છે તે પેટ્રોલ અને ડીઝલમાં પણ કોઈ જગ્યાએ રાહતો દેખાય નથી. ત્યારે મોંઘવારી ઘટાડવા માટે પણ બજેટમાં કોઈ જોગવાઈ નથી રહેતી. મધ્યમવર્ગ પણ આ બજેટથી નિરાશા અનુભવં છે. લોકો શહેર તરફ જઈ રહ્યા છે. ગામડાના બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો Education in Gujarat Budget 2023 : શિક્ષણ માટે 43651 કરોડ, 20000નું શાળા વાઉચર સહિત દરેક તબક્કે સગવડોનું સુદ્રઢીકરણ

આંકડાની માયાજાળ અમિત ચાવડાએ વધુમાં આક્ષેપો કર્યા હતા કે વર્ષ 2021- 22 માં ચોખ્ખી લેવાદેવાના કારણે સરકારે બજેટમાં જો બતાવ્યું તો કે 3,370 કરોડ જેટલી પુરાંત રહેશે. પણ જ્યારે 2021-22નો હિસાબ રજૂ કરવામાં આવ્યો. ત્યારે એ પુરાંત 6,370 કરોડને બદલે સાચી પુરાંત ફક્ત 418 કરોડ થઈ છે. અહીંયા આંકડા તો ખૂબ મોટા બતાવવામાં આવે એક બાજુ 3,01,000 કરોડનું બજેટની વાહવાહી લૂંટવામાં આવે, પણ બીજી બાજુ સાડા ત્રણ લાખ કરોડ કરતાં પણ વધારે દેવું થઈ ગયું છે, એની કોઈ વાત કરવામાં ન આવતી હોવાના આક્ષેપ અમિત ચાવડાએ કર્યા હતા.

મહિલાઓ બાબતે કોઈ જાહેરાત નહીંં : ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બજેટ બાબતે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાનું બજેટ 2022 વિધાનસભાની ચૂંટણી પત્યા પછી આ પહેલું બજેટ હતું. ચૂંટણી દરમિયાન એમના તમામ આગેવાનોએ વિવિધ તાલુકાઓમાં જઈને ચૂંટણી પ્રચારમાં અનેક વાયદાઓ આપ્યા હતા એ વાયદાઓમાં આજે લોકો પરિપૂર્ણ ઉતર્યા નથી. ખાસ કરીને ગુજરાતની મહિલાઓને મોંઘવારીમાંથી રાહત આપવા માટે વિશેષ કોઈ જાહેરાત નથી. રાજસ્થાન સરકાર 500 રૂપિયા ગેસ સિલિન્ડર આપે છે એ રીતે કદાચ ગુજરાત સરકારે માત્ર આટલું કર્યું હોત તો પણ અમે મહિલા તરીકે આ બજેટને આવકારી લેત. પણ SC ST OBC નિગમોને ઓછું બજેટ આપવામાં આવ્યું છે. આમનો ઉપયોગ ફક્ત મત મેળવવા માટે જ કરવામાં આવ્યો હોવાનું આક્ષેપ ગેનીબેન ઠાકોરે કર્યો હતો.

તમામ લોકોને સમાવિષ્ટ કરતું બજેટ ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીએ બજેટ બનતે જણાવ્યું હતું કે આ તમામ વર્ગને આવરી લેતું ઐતિહાસિક બજેટ છે, ગામ, નગર, મહાનગર, યુવાનો, દલિત તમામ સમાજ, તમામ લોકોને આવરી લેતું બજેટ છે. કોંગ્રેસે જે આક્ષેપ કર્યા છે તે ખોટા છે. ગામડા નથી વિખેરાયા, પણ કોંગ્રેસ વિખેરાઈ ગયા છે. જ્યારે આજનું બજેટ ફૂલગુલાબી બજેટ છે. કોંગ્રેસની વાત જનતાએ સ્વીકારી નથી અને હવે એમનું વિપક્ષ પદ પણ રહ્યું નથી અને કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.