ગાંધીનગર ખાતે યોજાયેલી સભામાં કોંગ્રેસના રબારી રાજુ સાતવે નિવેદન આપ્યું હતું કે, 6 માસ પહેલા દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી પણ અનેક રાજ્યમાં ભાજપે સત્તા ગુમાવી છે. જ્યારે ગુજરાતમાં એક પણ સીટ હાંસલ નથી કરી, દેશના અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસની સરકારના બની પણ ચૂંટણી યોજાઈ તેમાં કોંગ્રેસે જીત હાંસલ કરી છે. જ્યારે ગુજરાતમાં કેટલાક લોકો પ્રધાન બનવાના ઇરાદે ભાજપમાં ગયા અને હારનો સ્વાદ ચાખ્યો હોવાનું નિવેદન આપીને અલ્પેશ ઠાકોર પર પ્રહાર કર્યા હતા. જ્યારે ગુજરાતમાં ગાંધીનગરથી ડીઝીટલ સદસ્યતા અભિયાનનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો.
જ્યારે વર્ષ 2022 રાહુલ ગુજરાતની ચૂંટણીમાં જપલાવસે વધુ સમય ગુજરાતને આપશે. રાહુલ ગુજરાતમાં કોંગ્રેસ જીતવા માગે છે. જનતા હવે બદલાવ માગે છે માટે કોંગ્રેસ મજબૂત બનાવની જરૂરી છે. વધુ મેમ્બર બનાવે તેવી અપીલ તમામ કાર્યકતાઓને કરવામાં આવી હતી.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ વિજય રૂપાણીના ટવેન્ટી-ટવેન્ટી અને જમીનના નિવેદન અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં તીડના આતંક અંગે વાત કરે તો બરોબર છે, યુવાનો બેરોજગાર છે, મંદી, મોંઘવારી અંગે ચિંતા કરે તો બરોબર છે, પરંતુ ખબર નહીં કેમ ટવેન્ટી ટવેન્ટી યાદ આવી?? કદાચ કોઈ આંતરિક સંજોગો ઉભા થયા હોય કે, 2020ના વર્ષમાં નવાજુની થવાની હોય એનો ઉલ્લેખ કરતા હોય તેને ધ્યાનમાં રાખીને આવું નિવેદન કર્યું તે તો મુખ્યપ્રધાન જવાબ આપી શકે.