આ બેઠક બાબતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠક અંગેની સમીક્ષા કરવામાં આવશે. ત્યારે આ તમામ બેઠકો માટે એક-એક કલાક ફાળવવામાં આવશે. જ્યારે આ બેઠક સંપૂર્ણ દિવસ ચાલશે. મહત્વની વાત કરવામાં આવે તો તમામ બેઠકોમાં લેવલ એટલે કે એકદમ નીચે સ્થળ સંગઠન કઇ રીતે કામ કરી રહ્યું છે અને તેને વધુ મજબૂત બનાવવા માટે કયા-કયા પ્રકારના ફેરફારોની જરૂર છે, તે અંગેની પણ સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત સાત પેટા ચૂંટણીમાં તમામ મતદારોને મતદાન મથકે લઈ જવા માટેની પણ ખાસ યોજના બનાવવામાં આવશે.
જ્યારે ઉમેદવાર અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, હજુ સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા નથી. પરંતુ ઉમેદવાર નક્કી કરવા માટે અમે તમામ જગ્યાએ વધુ લેવલે લોકોનો અભિપ્રાય લઈ ઉમેદવાર નક્કી કરવામાં આવશે. જ્યારે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત થશે.