ગુજરાત પ્રતિનિધિમંડળ સાથે મૂળ સૌરાષ્ટ્રના વિઠ્ઠલભાઇ રામાણીના કે.જી.કે ડાયમન્ડ એન્ડ કટીંગ યુનિટની મુલાકાત લઈ અદ્યતન મશીનરીને નિહાળ્યા હતા.વિઠ્ઠલ રામાણીના આ યુનિટમાં અંદાજે 500 જેટલા ગુજરાતી કારીગરો કાર્યરત છે. તેઓ 18 વર્ષ પૂર્વે વાલ્ડીવોસ્ટોકમાં સ્થાયી થયેલા હતા.

વિઠ્ઠલ રામાણી રશિયામાં અન્ય યુવા ઉદ્યોગકારો માટે પ્રેરણારૂપ બન્યા છે તેની સરાહના કરી હતી. જયારે વિજય રૂપાણીએ સુરેશ એન્ડ કંપનીના નવા યુનિટની મુલાકાત લઇ પૂજાવિધિ કરી હતી. આ ડાયમન્ડ કટીંગ યુનિટમાં પણ 250 થી વધુ ગુજરાતી કારીગરો રોજગારી મેળવી રહ્યા છે.આ બન્ને ડાયમન્ડ કટીંગ યુનિટના સંચાલકો તથા તેમાં કાર્યરત સૌ ગુજરાતી યુવાઓને માતૃભૂમિથી દૂર દરિયાપારના દેશમાં પણ ગુજરાતી ઉદ્યમશીલતા ઝળકાવવા માટે મુખ્યપ્રધાન રૂપાણીએ અભિનંદ પાઠવ્યા હતા.
