ETV Bharat / state

જનતા કરફ્યૂ: "હમ સ્વસ્થ, તો જગ સ્વસ્થ"ના મંત્ર સાથે CM રૂપાણી અને નીતિન પટેલની જનતાને અપીલ

નોવેલ કોરોના વાઇરસને નાથવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 22 માર્ચ એટલે કે, આજે રવિવારના રોજ સમગ્ર દેશમાં જનતા કરફ્યૂની જાહેરાત કરી હતી. જેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, જનતા કરફ્યૂમાં લોકો સાથ સહકાર આપે.

author img

By

Published : Mar 22, 2020, 5:56 AM IST

Updated : Mar 22, 2020, 12:00 PM IST

Janata Curfew
વિજય રૂપાણીની અપીલ

ગાંધીનગર: હાલમાં નોવેલ કોરોના વાઇરસ (Covid-19)ના રોગચાળો ઝડપથી પ્રસરી રહ્યો છે. જેના સંદર્ભે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા અલગ-અલગ માર્ગદર્શિકા-એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના નાગરીકોને તારીખ ૨૨/૦૩/૨૦૨૦ના રોજ સવારે 07 કલાકેથી સાંજે 09 કલાક સુધી પોતાના ઘરમાં રહીને 'જનતા કર્ફ્યુ’નું પાલન કરે તેવી અપીલ કરી છે.

વડાપ્રધાનની અપીલ અનુસાર આપણે સૌ આ 'જનતા કર્ફ્યુ'માં જોડાઇ, વૈશ્વિક રોગચાળા સામેની લડાઇમાં સામાજિક સહભાગીદારીતા દર્શાવીને "હમ સ્વસ્થ, તો જગ સ્વસ્થ"ના મૂલ્યોને સાકાર કરવો જરૂરી બને છે. નોવેલ કોરોના વાઇરસ (Covid-19 )ના રોગચાળાનો પ્રસાર અટકાવવાના હેતુથી રાજ્યમાં વસતા તમામ લોકોન આજે સવારે 07 કલાકેથી સાંજે 09 કલાક સુધી પોતાના ઘરમાં રહીને 'જનતા કર્ફ્યુ'નું પાલન કરવા રાજ્યના સામાન્ય વહિવટના પરિપત્ર દ્વારા જણાવાયું છે.

ગુજરાતમાં પણ કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓ હાલમાં ધ્યાને આવેલા છે. ત્યારે આ અંગે વધુ સાવચેતીના પગલા લેવા આવશ્યક જણાય છે. જેને ધ્યાને લઇ વડાપ્રધાનની ‘જનતા કર્ફ્યુ’ની અપીલ સંદર્ભે આવતીકાલ રવિવાર, તા.22 માર્ચના રોજ સવારે 06.59 થી 07.00 કલાક સુધી સાયરન વાગશે. સાયરન બંધ થાય કે તુરત જ જનતા કર્ફ્યુ શરૂ થયેલું ગણાશે. જ્યારે સાંજે 08.50થી 09.00 કલાક સુધી સાયરન વગાડશે. સાયરન બંધ થાય કે તુરત જ જનતા કર્ફ્યુ પૂર્ણ ગણાશે. ‘જનતા કર્ફ્યુ’ના આ સમયગાળા દરમિયાન તમામ નાગરિકો પોતાના ઘરમાં જ રહે અને આ અપીલનું સક્રીય રીતે સૌ પાલન કરે તેમજ આ સમયગાળા દરમિયાન બહાર નીકળવામાં જરૂરી વિવેક જાળવવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, સાંજે 04.59થી 05.00 કલાક સુધી પણ સાયરન વાગશે. સાયરન બંધ થાય કે તરત જ 05.00થી 05.05 કલાક સુધી પાંચ મીનીટ માટે નોવેલ કોરોના વાઇરસ (Covid-19)ના રોગચાળાનો પ્રસાર અટકાવવા તથા તેને સંબંધિત કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ/અધિકારીઓ/તબીબી કર્મચારીઓ/પોલીસ કર્મચારીઓ/અન્ય લોકોનું અભિવાદન કરવા માટે સૌ નાગરિકોએ તેમના ઘરના બારણે, બાલ્કનીમાં તેમજ બારીઓ પાસે ઉભા રહીને તાળીઓ પાડીને, થાળી વગાડીને કે ઘંટડી વગાડીને તેમના કાર્યને બિરદાવવા અને તેમની સેવાને સલામી આપવા અભિવાદન કરવું.

ગાંધીનગરમાં પણ સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે. તે મુજબ સચિવાલય, સર્કીટ હાઉસ, પ્રેસ, વિધાનસભા સચિવાલય અને પાટનગર યોજના ભવન ઉપર સાયરનો મૂકવામાં આવ્યા છે તે સાયરનો પણ વગાડવામાં આવશે.

જ્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વડાપ્રધાન મોદીના રવિવારે જનતા કરફ્યૂ પાળવાના એલાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, કોરોનાથી બચાવનો ઉત્તમ માર્ગ સંપર્ક ટાળવાનો, ભીડ કે ટોળાંથી દુર રહેવાનો છે અને તેને અનુલક્ષીને જ વડાપ્રધાનએ આ કોલ આપ્યો છે. એટલે પોતાના અને પરિવારના હિતમાં લોકો આ એલાનને સ્વીકારે અને રવિવાર પછી પણ ખૂબ આવશ્યક ના હોય તો બહાર જવાનું શક્ય તેટલું ટાળે એવો અનુરોધ કર્યો હતો. જ્યારે રાજ્યમાં જરૂર પડ્યે સરકારી હાઉસિંગ પ્રોજેક્ટના ખાલી મકાનોનો વોર્ડ બનાવવા ઉપયોગ કરવા સૂચન કર્યું છે.

Last Updated : Mar 22, 2020, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.