ગાંધીનગર: આજના વર્તમાન સમયમાં કોઈ પણ વ્યક્તિ પાસે સમયનો અભાવ દેખાઈ રહ્યો છે. જો તેમાં પણ પૈસા ઉપાડવા માટે એટીએમમાં જવાનું થાય અને એટીએમમાં પૈસા જ ના હોય અથવા તો લાંબી લાઈન હોય ત્યારે ATMએ માથાના દુખાવા સમાન બની જાય છે. ત્યારે લાઈનમાંથી બાકાત રહેવા અને સરળતાથી પૈસાનો ઉપાડ કરવા માટે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન બેંક દ્વારા ખાસ 3 મોબાઈલ વાન તૈયાર કરવામાં આવી છે. જે મોબાઇલ ફોનમાં જ એટીએમ મશીન મૂકવામાં આવ્યું છે.
આ સમગ્ર અમદાવાદમાં અલગ અલગ જગ્યા ઉપર ફરશે. તેમજ અમુક પોઇન્ટ નક્કી કરવામાં આવશે. ત્યાં ઉભી રાખવામાં આવશે. અને જે વ્યક્તિને એટીએમથી પૈસા ઉપાડવા હોય તે વ્યક્તિ મોબાઈલમાં રાખેલ એટીએમ મશીનથી સરળતાથી પૈસા ઉપાડી શકશે.
ખાનગી બેંક દ્વારા અનેક પ્રયાસો ગ્રાહકોને આકર્ષવા માટે કરવામાં આવે છે. પરંતુ પ્રથમ વખત કોર્પોરેટ બેંક દ્વારા આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ લોકાર્પણ સમયે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કૃષિપ્રધાન આર.સી.ફળદુ અને એડીસી બેન્કના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.