ઉલ્લેખનીય છે કે, રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતીમાં યોજાનારા ગૌરવશાળી સમારોહમાં રાષ્ટ્રપતિના પોલીસ પદકથી સન્માનિત ૧૮ તેમજ પોલીસ સેવા પદકથી સન્માનિત ૧૫૦ અધિકારી અને કર્મીઓને આ પોલીસ ચંદ્રક મેડલ એનાયત થવાના છે. દેશના રાષ્ટ્રપતિ દ્વારા પ્રતિવર્ષ ગણતંત્ર દિવસ તેમજ સ્વાત્રંત દિવસના અવસરે દેશના રાજ્યોના પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓને તેમની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવાઓ તથા ફરજો માટે પોલીસ પદક જાહેર કરવામાં આવે છે.
આ સમારોહમાં રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંઘ, પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા તેમજ વરિષ્ઠ પોલીસ અફસરો, ચંદ્રકપદક પ્રાપ્ત કરનાર પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહેશે.