રશિયામાં ગોલ્ડ માઇન્સ તથા પેટ્રોલ ગેસ તેમજ સ્ટીમર ઉદ્યોગ અને ટિમ્બર ઉદ્યોગ ઉપરાંત કુદરતી ખનીજ વિપુલ પ્રમાણમાં છે. તેનો લાભ ભારત અને ગુજરાત મળે તે માટેનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેના પગલે રશિયાનો પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘડ્યો છે. રશિયાના સાઇબિરીયા વિસ્તારમાં કુદરતી સંપત્તિનો ભંડાર આવેલો છે. જેમાં સંપત્તિનો આપણી ઇન્ડસ્ટ્રીઝને મહત્તમ ઉપયોગ કરે અને ભારતનો વિકાસ કરે તેવો હેતુ છે.
રશિયાના પ્રવાસે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે અન્ય 3 રાજ્યોના મુખ્યપ્રધાન સહિત તેના બિઝનેશ ડેલીગેશ પણ જોડાશે. નોંધનિય છે કે, ગુજરાતના CM વિજય રૂપાણી સાથે વિવિધ ઇન્ડસ્ટ્રી મોટા ઉદ્યોગપતિઓ પણ આવવાના છે. ઉપરાંત નાના વેપારીઓ અને ડાયમંડ કિંગ પણ પ્રવાસમાં સાથે રહેશે. મોટા ઉદ્યોગપતિમાં રિલાયન્સ તથા અદાણી અને ઝાયડસ કેડિલા તેમજ ટોરેન્ટ ગ્રુપનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સના પરિમલ નથવાણીના પુત્ર આ ટૂરમાં હાજર રહેશે. જો કે ગુજરાતમાંથી મુખ્યપ્રધાન સાથે લગભગ કુલ 40 જેટલા લોકો જોડાશે. અહીંથી ખાસ ફ્લાઈટમાં રશિયા જાય તેવું આયોજન છે. મળતી માહિતી મુજબ રશિયાના પ્રવાસનો મુખ્ય હેતુ ભારતની ઈન્ડસ્ટ્રીનો વિકાસ કરવા માટેનો છે. રશિયાના કુદરતી રિસોર્સિસીનો ઉપયોગ કરીને ભારતના ઉધોગપતિઓ ભારતના લોકો માટે આ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને વિદેશી હૂંડિયામણ ભારતમાં લાવશે તેમજ ભારતમાં રોજગારી વધારશે.
ગુજરાતના ટોચના ઉદ્યોગપતિઓ ઉપરાંત સુરત અને અમદાવાદના ડાયમંડના નાના-મોટા વેપારીઓ તથા કચ્છના ટિમ્બરના વેપારીઓ આ પ્રવાસમાં જશે. રશિયામાં પણ ભારતના ઉધોગપતિઓ ઈન્વેસ્ટમેન્ટ કરી શકે છે. રશિયાના પ્રવાસને પગલે ગુજરાતની ઇન્ડસ્ટ્રીનો જબરજસ્ત વિકાસ થવાની શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનામાં રશિયાના પ્રવાસે જવાના છે, તેમજ રશિયાના પ્રેસિડેન્ટ સાથે મુલાકાત કરશે તેમજ રશિયામાં યોજાનારા મોટા સેમિનારમાં ભાગ લેનાર છે. ભારતમાં વિદેશી રોકાણ વધુ માત્રમાં થાય તે માટેના પ્રયાસ કરશે.