ગાંધીનગર: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ રચવાની જાહેરાતને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આવકારતા જણાવ્યું હતું કે વર્ષોજૂની વિવાદિત સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવી લોકલાગણીને વડાપ્રધાન મોદીએ માન આપ્યું છે, અયોધ્યામાં 67 એકર જમીન પર રામ મંદિર નિર્માણ હેતુ ટ્રસ્ટ રચવાની સંસદ ગૃહમાં કરેલી જાહેરાતને આવકારી અભિનંદન પાઠવ્યા છે જ્યારે ૬૭ એકર જમીન રામ મંદિર નિર્માણ અને પ એકર જમીન વકફ બોર્ડને ફાળવીને વર્ષો જૂના આ પ્રશ્નનું પરિપકવતાથી સમાધાન થયુ છે.
તેમણે દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા નિર્ણયને જનતા જનાર્દન અને સરકારે સુંદર-સુમેળભર્યા વાતાવરણ દ્વારા આવકારીને તથા વર્ષોની વિવાદિત સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવીને લોકલાગણીને માન આપવા માટે પણ વડાપ્રધાનને ધન્યવાદ આપ્યા હતા. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જાહેરાતને વધાવી હતી..