કેન્દ્રીય કૃષિપ્રધાન સાથે થયેલા બેઠકમાં કિસાન કલ્યાણ નિધિ યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સહિતની મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ગુજરાતના ખેડૂતોને પાક લોન એડવાન્સ પરના વ્યાજ રાહત-ઇન્ટરેસ્ટ સબવેન્શન લાભ આપવાના પેન્ડીંગ કલેઇમ્સ અંગે પણ કેન્દ્રીય કૃષિ પ્રધાન સાથે ચર્ચાઓ કરી હતી.
આ બેઠક બાદ કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે રૂપાણીને ખાતરી આપતાં જણાવ્યું કે, રાજ્યની કૃષિ ક્ષેત્ર સંબંધિત બધી જ પડતર બાબતોનો ઉકેલ લાવવા કેન્દ્રીય કૃષિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને યોગ્ય દિશાનિર્દેશો આપી દેવામાં આવશે. ભારત સરકારે સહકારી અને રાષ્ટ્રીયકૃત બેન્કોને વ્યાજ રાહત-ઇન્ટરેસ્ટ સબવેન્શનની ચૂકવણી ત્વરાએ કરીને ખેડૂતોને આ કારણોસર કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવો પણ નિર્ણય કર્યો છે. સાથે જ આ બેઠકમાં એવું નિર્ધારીત કરવામાં આવ્યું કે, રાજ્યમાં રાયડાની ટેકાના ભાવે ખરીદીની યોજના 30 જૂન, 2019 સુધી લંબાવવામાં આવશે.