AIIMS રાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે અને એજન્સી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. તે સંદર્ભમાં ફેબ્રુઆરી 2020 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી બાંધકામ શરૂ થાય તે માટે CMએ માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં AIIMS રાજકોટનું મોડલ તથા વિડીયો પ્રેઝન્ટેશન મારફતે હોસ્પિટલમાં ઉપલબ્ધ સગવડતાની વિગતો સીએમ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી.
રાજકોટમાં નિર્માણ થનાર આ અદ્યતન AIIMS 1100 કરોડના ખર્ચે આકાર પામશે. 750 બેડની કુલ કેપેસીટી તથા વિવિધ રર જેટલી સ્પેશ્યાલિટી ટ્રીટમેન્ટ તેમજ રરપ સુપર સ્પેશ્યાલિટી બેડ, 75 ICU બેડ અને કેઝયુલીટી વોર્ડમાં 30 બેડ ઉપલબ્ધ થશે. 200 એકર જમીનમાં વિકસિત થઇ રહેલ AIIMS રાજકોટમાં મુખ્ય હોસ્પિટલ, ટીચીંગ માટે એકેડેમિક બ્લોક, હોસ્ટેલ્સ, ફેકલ્ટી માટે રહેવાની વ્યવસ્થા, સ્ટાફ ક્વાર્ટર્સ, આયુષ માટે બ્લોક, દર્દીના સગાવહાલા માટે ધર્મશાળા વ્યવસ્થા, શોપીંગ સેન્ટર, કેન્ટીન કોમ્પલેક્ષ, દિનદયાળ ઔષધિ સ્ટોર્સ જેવી તમામ વિશ્વ કક્ષાની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ સંકુલમાં કુલ 16 લાખ સ્ક્વેરફીટ બાંધકામમાં આ તમામ ફેસીટલીટીનો સમાવેશ કરવામાં આવશે. જ્યારે રાજ્ય કક્ષાએથી રૂડા મારફતે DP રોડ, પાવર કનેક્શન, વોટર કનેક્શન સહિત તમામ મંજુરીઓ-સગવડો તાત્કાલીક મળી જાય તેવી સુચના સંબંધિત અધિકારીઓને આપી હતી અને કેન્દ્ર સરકારની ટીમને તમામ મદદની ખાત્રી આપી હતી.