ગાંધીનગર: જ્યારથી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના સ્થાને સી.આર.પાટીલની નિમણુંક કરવામાં આવી છે. ત્યારથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે રાજ્યના કેબિનેટમાં કોઈ બદલાવ થશે કે નહીં તે જોવાનું રહ્યું છે.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટ બેઠક પૂર્ણ કર્યા બાદ સીધા રાજ્યપાલ દેવવ્રત આચાર્યને મળવા પહોંચ્યા હતા. ત્યારથી વાતો સામે આવી રહી હતી કે, હવે રૂપાણીના મંત્રી મંડળનું વિસ્તરણ થશે. ઉલ્લેખનીય છે કે, જીતુ વાઘાણીનું ભાજપ પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતાં સી.આર. પાટીલને નવા અધ્યક્ષ પદે જાહેર કરવામાં આવ્યા છે. શું જીતુ વાઘાણીને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવશે. તે વાતો પણ સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હવે કેબિનેટ પ્રધાનોમાં નવા ચહેરાઓ સામે આવશે કે નહીં તે જોવાનું રહ્યું છે.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટ બેઠક પૂર્ણ
- CM રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ને મળવા પહોંચ્યા
- મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે નહીં તે જોવું રહ્યું
- રાજ્યમાં હવે કેબિનેટ પ્રધાનોમાં નવા ચહેરાઓ સામે આવશે
જીતુ વાઘાણી અને અધ્યક્ષ પદેથી દૂર કરતાની સાથે જ રાજ્યના મંત્રી મંડળનું વિસ્તરણ થશે તેવી વાતો વહેતી થઈ હતી. આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કેબિનેટ બેઠક પૂર્ણ કર્યા બાદ સીધા જ રાજ્યપાલને મળવા રાજ ભવન પહોંચ્યા હતા, ત્યારે હવે મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે નહીં તે જોવું રહ્યું. આ ઉપરાંત મંત્રીમંડળમાં કયાં નવા ચહેરાઓ આવશે અને કયા મંત્રીઓને ઘરે જવું પડશે તે જોવાનું રહ્યું છે.