- રાજ્ય સરકાર નવી બસો ખરીદી કરશે
- 1000 જેટલી નવી બસો દોડશે ગુજરાતના રસ્તે
- જૂન મહિના સુધીમાં નવી બસો રાજ્યના માર્ગો પર દોડશે
ગાંધીનગરઃ રાજ્યમાં એસ.ટી.નિગમના નવા બસ સ્ટેન્ડ રોડનું ખાતમુર્હૂત કરતા સમયે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. રૂપાણીએ જાહેરાતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનું એસ.ટી.નિગમ આવનારા સમયમાં એક હજાર જેટલી નવી બસો ખરીદશે. ઉપરાંત નાના રોડ પર 50 જેટલી ઈલેક્ટ્રીક બસોની પણ ખરીદી કરવામાં આવશે.
નવા 5 બસ મથકોનું લોકાર્પણ અને 10 બસ સ્ટેડનનું ખાતમુહૂર્ત
રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યમાં કુલ 33.66 કરોડના ખર્ચે સાકાર થયેલા 5 નવા બસ મથકોના લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે જ 10 નવા બનનારા બસ મથકોના ખાતમુર્હૂત સંપન્ન કર્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારના ST નિગમ પાસે અત્યારે 6000 થી 7000 જેટલી બસો છે.
ઉલ્લેખનીય છે કે, દિવસે દિવસે પેસેન્જરીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે લોકોને સારી સુવિધા આપવા માટે રાજ્ય સરકારે વર્ષ 2020-21 ના બજેટ માપણ 1000 બસો ખરીદવાની જોગવાઈ કરવામાં આવી હતી, ત્યારે આ બસોને ખરીદી કરવાની જાહેરાત ફરી આજે CM વિજય રૂપાણીએ કરી છે. કઈ જગ્યાએ નવા બસ સ્ટેડનનું લોકાર્પણ થયું અને ક્યાં બસ સ્ટેડનનું ખાતમુહૂર્ત જાણો..
નવા બસ સ્ટેડનનું લોકાર્પણ
1. ચુડા જી. સુરેન્દ્રનગર
2. અંકલેશ્વર ભરૂચ
3. સિદ્ધપુર
4. દિયોદર
5. તલોદ
6. ઉના ડેપો વર્ક શોપ
આ નવા બસ સ્ટેન્ડ્સનું ઇ-ખાતમુહૂર્ત
1.મહુવા
2.ક્લાયણપુર
3.ભાડવડ
4.વસાઈ
5.સરા
6.ટંકારા
7.કોટડા સંગાણી
8.તુલસીશ્યામ
9.ધાનપુર
10.કેવડિયા કોલોની