રાજ્ય સરકાર દ્વારા આયોજિત "સંકલ્પ સે સિદ્ધિ કી ઓર" અંગ્રેસર જે કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં દસ હજાર જેટલા મેહમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજય સરકાર દ્વારા અગાઉથી જ મહેમાનોને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું. આ સાથે જ તમામ પ્રકારની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. અચાનક સુષ્મા સ્વરાજના મૃત્યુના સમાચાર આવતા રાજ્ય સરકારે એક દિવસ માટે આ કાર્યક્રમ સ્થગિત કર્યો હતો. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં આ કાર્યક્રમ ગુરુવારે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના, સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના, (સૂર્ય-ગુજરાત), મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકિકરણ યોજના, પ્રાઇવેટ સ્લમ ડેવલપમેન્ટ માટે પીપીપી પોલીસી અને નમો ઇ-ટેબલેટનું વિતરણ સહિતની વિવિધ જનહિતલક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમોનો પણ શુભારંભ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "મન કી બાત" કાર્યક્રમની જેમ જ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ રાજયમાં અલગ અલગ વર્ગના લોકો સાથે ‘મનની મોકળાશ’અંતર્ગત વાત શરૂ કરશે. અત્યાર સુધી વડાપ્રધાનની ‘મન કી બાત’ થતી હતી. ત્યારે હવે તો ગુજરાતના CM વિજય રૂપાણીની ‘મનની મોકળાશ’ અંતર્ગત કાર્યક્રમ યોજીને ગુજરાતની જનતા સાથે ચર્ચા કરશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યક્રમ એવા મનની મોકળાશ વિશે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો ઉપર મનની વાત લોકો સાથે કરે છે તેવી જ રીતે હવે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પોતાના નિવાસસ્થાને મહિનામાં એક દિવસ અથવા તો જો વધુ સમય હશે તો મહિનાના બે દિવસ અસંગઠિત ક્ષેત્રના લોકો સાથે ખેડૂતો સાથે વિદ્યાર્થીઓ સાથે ગરીબ સાથે તમામ સ્થિતિ પરિસ્થિતિ નહીં ચર્ચા કરશે. આ સાથે જ તેઓને પડી રહેલ તકલીફ વિશે પણ માહિતગાર હશે. આ સાથે જ આવનારા સમયમાં તમામ તકલીફોને દૂર કરી શકાય તે રીતના પણ પ્રયાસ કરવામાં આવશે.
આજે એટલે કે 8 ઓગસ્ટથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી લોકો સાથે મનની મોકળાશ કાર્યક્રમની શરૂઆત કરશે. સૌપ્રથમ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે ‘મનની મોકળાશ’ કાર્યક્રમ મુખ્યપ્રધાન યોજાશે. 7 ઓગસ્ટે CM વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વને ત્રણ વર્ષ પૂર્ણ થયાં છે. જેને અનુલક્ષીને મહાત્મા મંદિર ખાતે ઉજવણી માટે 8 ઓગસ્ટ દિવસ નક્કી કરવામાં આવ્યો છે.