-
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગરના લવારપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ. https://t.co/EdfOlNEAXz
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગરના લવારપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ. https://t.co/EdfOlNEAXz
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 9, 2023Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગરના લવારપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ. https://t.co/EdfOlNEAXz
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 9, 2023
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લવારપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થયા હતા. આ યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના દેશભરના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંવાદ કરશે. આ કાર્યક્રમમાં દેશભરના હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ વર્ચ્યુઅલ રીતે જોડાશે. આ સિવાય સમગ્ર દેશમાંથી બે હજારથી વધુ વીબીએસવાય વાન, હજારો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે) અને કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) પણ જોડવામાં આવશે.
લાભાર્થીઓ મેળવેલા લાભ અંગે પ્રતિભાવો રજૂ કરશે: ગાંધીનગર જિલ્લાના લવારપુર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની તથા પ્રાકૃતિક ખેતી જેવી માહિતી આપતા સ્ટોલ્સની મુલાકાત લેશે. આ ઉપરાંત મુખ્યમંત્રી યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરશે તેમજ ડ્રોન નિદર્શન કરવામાં આવશે અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓ તેમણે મેળવેલા લાભ અંગે પ્રતિભાવો રજૂ કરશે.
લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-2023’ ચાલી રહી છે. જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીએ બનાસકાંઠાના દાંતાથી શરૂ કરાવેલી આ યાત્રાને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. સરકારની ફ્લેગશીપ લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા દેશભરમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' શરૂ કરવામાં આવી છે. આ યાત્રા થકી સરકાર ગામડે જઈને, સરકારના કર્મનિષ્ઠ કર્મયોગીઓ મારફતે ગામે ગામના પાત્ર લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ આપી રહ્યા છે. તેની સાથે આ યાત્રાના માધ્યમથી નાગરિકો પણ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી વાકેફ થઈ રહ્યાં છે.