ETV Bharat / state

શપથવિધિમાં અન્ય રાજ્યના CMની ખાસ હાજરી, રાજતિલક માટે તૈયારીને આખરીઓપ - Oath Taking Ceremony Bhupendra Patel

ગુજરાત રાજ્યમાં સાતમી (Gujarat BJP) વખત ભાજપ સરકાર બનાવવા માટે જઈ રહ્યો છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહની હાજરીમાં ગાંધીનગરમાં આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે (Oath Taking Ceremony Bhupendra Patel ) ભવ્ય ડોમ તૈયાર કરાયો છે. જેમાં ભૂપેન્દ્ર પટેલનું રાજતિલક થવાનું છે. આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટના મહત્ત્વના સભ્યો, ભાજપ શાસિત રાજ્યના મુખ્યપ્રધાન, ડે. સીએમ, સંસદ અને ધારાસભ્યો પણ ખાસ હાજરી આપશે.

Etv Bharaશપથવિધિમાં અન્ય રાજ્યના CMની ખાસ હાજરી, રાજતિલક માટે તૈયારીને આખરીઓપt
Etv Bharatશપથવિધિમાં અન્ય રાજ્યના CMની ખાસ હાજરી, રાજતિલક માટે તૈયારીને આખરીઓપ
author img

By

Published : Dec 12, 2022, 12:50 PM IST

Updated : Dec 12, 2022, 2:16 PM IST

VVIP મહેમાનો

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધા બાદ ભૂપેન્દ્ર પટેલ તારીખ 11 સપ્ટેમ્બરના રોજ મુખ્યપ્રધાન પદ પર આવ્યા હતા. ગુજરાત પર તેમણે કુલ 453 દિવસ શાસન કર્યું છે. હાઈકમાન્ડના આદેશ બાદ ભાજપ વિધાનસભા પક્ષની બેઠકના નેતા (Oath Taking Ceremony VVIP List) તરીકે ભૂપેન્દ્ર પટેલને નિયુક્ત કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે એમની તાજપોશી થવાની છે. કેબિનેટ અને રાજ્યકક્ષના મળીને કુલ 20થી 22 સભ્યો શપથ ગ્રહણ કરશે.

VVIP મહેમાનોઃ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયા, પુરૂષોત્તમ રૂપાલા, મધ્ય પ્રદેશ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, આસામના મુખ્યપ્રધાન હેમંત બિસ્વા, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર ધામી, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે, કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્બાઈ ખાસ હાજરી આપશે. આ સિવાય ગુજરાત રાજ્યસભા અને લોકસભાના સભ્યો, ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો, આમંત્રિત મહેમાનો તથા મહાનગરના મેયર, પંચાયત પ્રમુખો પણ ખાસ હાજરી આપશે.

અમદાવાદમાં આગમનઃ વડાપ્રધાન મોદી શપથવિધિના એક દિવસ પહેલા અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભવ્ય રોડ શૉ કર્યો હતો. મોદીએ પોતાની કારમાં બેસીને લોકોનું અભિવાદન કર્યું હતું. જોકે, એરપોર્ટથી જ મોદીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી ગોવાથી સીધા ગુજરાત આવ્યા હતા. ગુજરાતમાં અમદાવાદ આવીને પછી ગાંધીનગર માટે રવાના થયા હતા.

Last Updated : Dec 12, 2022, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.