ETV Bharat / state

ભૂપેન્દ્ર પટેલની તાજપોશી, 16 ધારાસભ્યોએ પ્રધાનપદના લીધા શપથ - ભાજપ નો રિપીટ થિયરી

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નવું પ્રધાનમંડળ (New Gujarat Government) તૈયાર થઈ ગયું છે. કુલ મળીને 17 ધારાસભ્યોએ પ્રધાનપદ માટેના શપથ લીધા છે. રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ (Gujarat Mantri Mandal 2022) સહિત 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને 6 રાજ્યકક્ષાના પ્રધાનોએ શપથ લીધા હતા. રાજ્યપાલ આચાર્ય દેવદત્તે તમામને શપથ લેવડાવ્યા હતા.(Gujarat Mantri Mandal 2022)

CM પટેલ સહિત પ્રધાનમંડળના સભ્યોની આજે શપથવિધિ, નો-રિપિટ થિયરી રિપિટ

author img

By

Published : Dec 12, 2022, 9:24 AM IST

Updated : Dec 12, 2022, 4:02 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિ સમારોહ(CM Bhupendra Patel new Cabinet oath ceremony) યોજાયો હતો. જેમાં ભૂપેન્દ્ર પટેલ સહિત 16 પ્રધાનોએ શપથ લીધા(New Gujarat Government) હતા. 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને 6 રાજ્યકક્ષાના પ્રધાનોએ શપથ લીધા હતા. રાજ્યપાલ આચાર્ય દેવદત્તે તમામને શપથ લેવડાવ્યા હતા.(Gujarat Mantri Mandal 2022)

કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. ત્યારબાદ સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા. રાજ્યકક્ષાના પ્રધાનોમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.

જ્ઞાતિના આધારે કોનો સમાવેશ: 7 OBC,4 પાટીદાર, 1 ક્ષત્રિય, 1 બ્રાહ્મણ, 2 ST, 1 SC ધારાસભ્યોને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે. ઉત્તર, દક્ષિણ, સૌરાષ્ટ્રના 5 પ્રધાનો અને મધ્ય ગુજરાતના બે પ્રધાનોને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે.

જાણો કોણ છે ભૂપેન્દ્ર પટેલની ટીમમાં:

કેબિનેટમાં સમાવેશ:

કનુ દેસાઈ - પારડી

ઋષિકેશ પટેલ - વિસનગર

બળવતસિંહ રાજપૂત - સિદ્ધપુર

કુંવરજી બાવળીયા - જસદણ

રાઘવજી પટેલ - જામનગર ગ્રામ્ય

મુળુભાઈ બેરા - ખંભાળિયા

કુબેર ડિંડોર - સંતરામપુર

ભાનુબેન બાબરીયા - રાજકોટ ગ્રામ્ય

સ્વતંત્ર હવાલો:

હર્ષ સંઘવી - મજૂરા

જગદીશ પંચાલ - નિકોલ

રાજ્યકક્ષાના પ્રધાનો:

બચુ ખાબડ - દેવગઢબારિયા

મુકેશ પટેલ - ઓલપાડ

પરસોત્તમ સોલંકી - ભાવનગર ગ્રામ્ય

પ્રફુલ પાનસેરિયા - કામરેજ

ભીખુસિંહ પરમાર - મોડાસા

કુંવરજી હળપતિ - માંડવી

કોણ રહ્યા હાજર: શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi in oath ceremony), કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah Home Minister in oath ceremony) , ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ અને હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર તેમજ ગોવાના CM પ્રમોદ સાવંત, કર્ણાટકના CM બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના CM તેમજ ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં હાજર રહ્યા હતા. સમગ્ર દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી આવેલા સાધુસંતો પણ હાજરી આપી છે.

આ લોકોએ આપી ખાસ હાજરીઃ નવી સરકારની શપથવિધિ (CM Bhupendra Patel new Cabinet oath ceremony) માટે 3 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ઉપસ્થિત છે. આ સાથે જ અહીં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના ગુજરાત સરકારનું પ્રધાનમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યું છે. તો આ જ સ્ટેજ ઉપરથી રાજ્યપાલ દેવદત્ત આચાર્યે શપથ લેવડાવ્યા હતા. જ્યારે બીજા સ્ટેજ ઉપર કેન્દ્ર સરકારના પ્રધાનો જેવા કે, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા સહિત ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને ભાજપશાસિત રાજ્યના મુખ્યપ્રધાનો ઉપસ્થિત રહ્યા છે. જ્યારે ત્રીજા સ્ટેજ ઉપર આમંત્રિત મહેમાનો અને

તમામ જિલ્લામાંથી કાર્યકર્તાઓ હાજરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારની શપથવિધિ (CM Bhupendra Patel new Cabinet oath ceremony) દરમિયાન તમામ જિલ્લાઓમાંથી ભાજપના કાર્યકર્તાઓને અને હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. 10,000થી વધુ લોકો આ શપથ સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે. મહત્વની કરીએ તો, 10,000થી વધુ લોકો આ શપથવિધિમાં ઉપસ્થિત રહેવાના હોવાથી વહેલી સવારથી સચિવાલયના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. ફક્ત ગેટ નંબર એક જ ખૂલ્લો રાખવામાં આવ્યો છે, આમાં ફક્ત સરકારના ઉચ્ચ અધિકારીઓને જ અંદર જવાની પરવાનગી આપવામાં આવી છે.

Last Updated : Dec 12, 2022, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.