- ગુજરાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને નિમંત્રણ
- છત્તીસગઢના સંસદીય સચિવનું મુખ્યપ્રધાનને આમંત્રણ
- રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવ ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ
ગાંધીનગર : ગુજરાત રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને છત્તીસગઢ રાજ્યમાં આગામી તા.28 ઑકટોબરથી યોજાનારા રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવમાં અતિથિ પદે ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલે પાઠવ્યું છે.
ભારતની પ્રાચીનત્તમ આદિવાસી સંસ્કૃતિ પ્રસ્તુત
ભારતની પ્રાચીનત્તમ આદિવાસી સંસ્કૃતિ અને નૃત્યના આ દ્વિતીય મહોત્સવ સાથે છત્તીસગઢનો 21મો રાજ્યોત્સવ પણ રાયપૂર ખાતે તા.28 ઓકટોબરથી 1 નવેમ્બર 2021 દરમ્યાન યોજાવાનો છે, આ ઉત્સવમાં દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આદિજાતિ પારંપારિક નૃત્યો વિવાહ સંસ્કાર અને અન્ય પારંપારિક વિધિઓ અંતર્ગત બે તબક્કામાં પ્રસ્તુત થવાના છે.
ગુજરાતના આદિજાતિ કલાકારો આ મહોત્સવમાં સહભાગી થાય
સીએમ ભૂપેન્દ્ર પટેલને આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું ભાવભર્યુ નિમંત્રણ આપવામાં આવ્યું છે. છત્તીસગઢના સંસદીય સચિવ શકુંતલા શાહુ અને વિધાયક ઉન્નતી ગણપત જાંગડે એ ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલને પ્રત્યક્ષ મળીને પાઠવ્યું હતું. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના આદિજાતિ કલાકારો આ મહોત્સવમાં સહભાગી થાય તે માટે પણ અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચોઃ રાજ્ય સરકાર એક્શન મોડમાં: જાહેર જનતાને સ્પર્શતા અનેક નિર્ણયો અને પ્રોજેક્ટ 100 દિવસમાં પૂર્ણ કરશે
આ પણ વાંચોઃ મહેંદી ઉર્ફે હીના પેથાણીના મૃતદેહનું સયાજી હોસ્પિટલમાં Postmortem, પિતા કબજો લેવા પહોંચ્યાં