ગાંધીનગર: ગુજરાતના નાગરિકોને તમામ શહેર તાલુકા જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં અવર જવર માટેની સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારના GSRTC દ્વારા આજે ગાંધીનગર એસ.ટી. બસ સ્ટેન્ડન થી 151 સ્લીપર અને લકઝરી બસોનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય કક્ષાના પ્રધાન હર્ષ સંઘવીએ જનતાની સેવામાં બસોને ફ્લેગ ઓફ કરી હતી.
બજેટમાં જોગવાઈઓ: રાજ્ય સરકારના બજેટમાં GSRTC વિભાગને અનેક નવી બસો માટેની જોગવાઈ કરવામાં આવે છે. જે વર્ષે તે જોગવાઇ કરવામાં આવી હોવાથી તે જોગવાઈનું બીજા વર્ષમાં અમલીકરણ કરાયું થાય છે. GSRTC ના જણાવ્યા અનુસાર વર્ષ 2021-22 ના બજેટમાં કુલ 1000 નવા વાહનો પૈકી 500 સુપર એક્સપ્રેસ વાહનો સંચાલનમાં મુકવામાં આવ્યા છે. પણ હજુ 500 જેટલા બાકી રહેલા વાહનો જેમાં 300 લકઝરી અને 200 સ્લીપર બસ માર્ચ મહિનામાં જનતાની સેવામાં આપવામાં આવશે.
1200 નવી બસો: વર્ષ 2022-23 માં 379 કરોડના ખર્ચે 1200 નવી બસો ખરીદવાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી હતી. જે પૈકી એક પણ બસ રોડ પર દોડતી નથી થઈ. જ્યારે આ તમામ બસો પૈકી 400 મીડી બસ માર્ચ 2023માં, 400 સુપર એક્સપ્રેસ બસ 200 સેમી લકઝરી અને 200 નોન એ.સી. સ્લીપર બસ ડિસેમ્બર 2023 સુધીમાં કાર્યરત થશે. નવા બજેટમાં 2012 બસો ખરીદવાની જોગવાઈ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં 730 બસો ઇનહાઉસ અને 1282 બસો રેડી બીલ્ટ ખરીદવાનું આયોજન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો MLAને આનંદઃ સભ્યોના નિવાસ સ્થાનનો નક્શો તૈયાર, એક ફ્લોર પર 2 જ ફ્લેટ
બસ સ્ટેડનમાં જોવા મળશે: દેશના એરપોર્ટ અને રેલવે સ્ટેશન ખાતે સોફ્ટવેર આધારિત એનાઉન્સમેન્ટ સિસ્ટમથી મુસાફરોને ફ્લાઇટ અને રેલવેની માહિતી આપે છે. તેવી જ સોફ્ટવેર આધારિત એનાઉન્સમેન્ટ સિસ્ટમ ગુજરાત એસ.ટી. વિભાગ દ્વારા બસ સ્ટેન્ડ ખાતે સોફ્ટવેર આધારિત એનાઉન્સમેન્ટ સિસ્ટમ મૂકવામાં આવી છે. આમ ગુજરાતના તમામ એસટી બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોને બસની તમામ વિગતો પ્રાપ્ત થઈ શકે અને પૂછપરછ ની બારીએ જવું ન પડે. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આ ખાસ સુવિધાઓ આપવામાં આવી છે. જ્યારે બસની અંદર પણ એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે. જેથી મુસાફરોને પોતાનો ક્યાં ઉતરવાનું છે તેની બસ સ્ટોપની માહિતી પ્રાપ્ત થઈ શકે અને મુસાફરોને પોતાના નિર્ધારીત સ્થાન ઉપર જવામાં સરળતા રહે.
રાજ્ય સરકાર દ્વારા આજે નવી 151 જેટલી બસો નું લોકાર્પણ કરવામાં આવ્યું છે એ બસમાં તમામ સુવિધાઓ આપવામાં આવી છે જેમાં મુસાફરો મુસાફરી દરમિયાન મોબાઈલ ચાર્જની સુવિધાઓ સાથે સારા સસ્પેન્સરનો ઉપયોગ બસમાં કરવામાં આવ્યો છે જેથી મુસાફરો ના પેટ નું પાણી અને હાથમાં રહેલી ચા પણ ઢોળાશે નહીં, મુસાફરોને થોડો જાર્ક પણ નહીં આવે. જયારે સરકાર ના 100 દિવસના આયોજનમાં તબક્કા વાર 150-150 બસોના જથ્થામાં નવી બસો નું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે રાજ્યના તમામ ધાર્મિક સ્થળો તીર્થ સ્થાનો માટે ખાસ બસોનું સ્પેશિયલ નેટવર્ક ઉભું કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ માટે કોલેજ શાળાએ જવાની વ્યવસ્થા સારી કરવામાં આવશે.---હર્ષ સંઘવી (રાજયકક્ષાના વાહન વ્યવહાર પ્રધાન, મીડિયા સાથેની વાતચીત અનુસાર)