મંત્રી નિવાસમાં આવેલા કોમ્યુનિટિ સેન્ટરમાં ગાંધીનગર અને અન્ય વિસ્તારમાંથી આવેલા નાગરિકોને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતી મહિનામાં વિક્રમ સંવંત 2076ના નવા વર્ષની શરૂઆત થઇ છે, ત્યારે રાજ્યના નાગરિકો ભગવાનના દર્શન કરીને દિવસની શુભ શરૂઆત કરતા હોય છે. સેક્ટર 22માં આવેલા પંચદેવ મંદિરે નવા વર્ષે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલીબેને વહેલી સવારે દર્શન કર્યા હતા.
સવારે સવા આઠ વાગે મંદિરમાં પહોંચેલા વિજય રૂપાણીને મંદિરના પૂજારીએ પૂજા કરાવી હતી. પૂજા બાદ મુખ્યપ્રઘાન અને પત્ની અંજલીબેને નાગરિકો સાથે વાતચીત કરી હતી અને નવા વર્ષના શુભાશિષ પાઠવ્યા હતા. મુખ્યપ્રઘાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે વિક્રમ સંવત 2076 નાગરિકોને લાભદાયી અને ફળદાયી નીવડે. દરેક નાગરિકોના સ્વપ્ન સાકાર થાય તેવી પ્રાર્થના કરી હતી. ગુજરાત સૌથી વિકાસશીલ રાજ્ય બનીને આગળ વધે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી.
વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને કહ્યુ કે, 30મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. 31 તારીખે સીધા કેવડિયા જશે. 33 જગ્યાએ રન ફોર યુનિટી સવારે સાત વાગ્યે રાજ્યભરમાં યોજાશે તેમ જણાવ્યું હતું.