ETV Bharat / state

Union Budget 2023 : બજેટનો સૌથી વધુ લાભ લેનાર ગુજરાત રાજ્ય બનશે : મુખ્યપ્રધાન - gujarat union budget 2023 expectations

કેન્દ્રીય બજેટને લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહત્વનું નિવેદન આપ્યું છે. મુખ્યપ્રધાને કહ્યું કે, વિવિધ ક્ષેત્રમાં આ બજેટમાંથી ગુજરાત સૌથી વધુ લાભ લેનાર રાજ્ય બનશે. (Budget 2023 Bhupendra Patel statement)

Union Budget 2023 : બજેટનો સૌથી વધુ લાભ લેનાર ગુજરાત રાજ્ય બનશે : મુખ્યપ્રધાન

author img

By

Published : Feb 2, 2023, 3:17 PM IST

કેન્દ્રીય બજેટને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ લોકસભામાં એક ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનું બજેટ એ અમૃત કાર્ડનું પ્રથમ અને શ્રેષ્ઠ બજેટ છે, ત્યારે આ બજેટમાંથી ગુજરાતને અનેક લાભ થશે. જ્યારે ગુજરાત આ બજેટમાંથી વધુ લાભ લેનારું રાજ્ય પણ બનશે.

ગુજરાત બજેટનો ઉઠાવશે વધુ ફાયદો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેન્દ્ર સરકારના બજેટ બાબતે નિવેદન આપ્યું હતું કે, કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કર્યું છે. તેમાં ગુજરાતને વધુમાં વધુ લાભ થશે અને ગુજરાત બજેટનું વધુ લાભ ઉઠાવશે. કારણ કે, સહકારી ક્ષેત્ર માટે મોટી જાહેરાત કેન્દ્ર સરકારે બજેટમાં કરી છે, જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો 10,000 કરોડનો ફાયદો ફક્ત ખાંડ ઉદ્યોગને જ થશે. ગુજરાતમાં સહકારી માળખું મજબૂત છે. જેથી ગુજરાત સૌથી વધુ લાભ લેનાર રાજ્ય બનશે.

પ્રાકૃતિક ખેતી માટે યુરિયા સબસીડી ઘટાડી : કેન્દ્ર સરકારે બજેટમાં યુરિયાની સબસીડીમાં મોટો ઘટાડો કર્યો છે, ત્યારે આ બાબતના પ્રશ્નનો જવાબ આપતા રાજ્યના મુખ્યપ્રધાન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનું ધ્યાન હવે પ્રાકૃતિક ખેતી તરફ છે. લોકો અને ખેડૂતોનો મોટો વર્ગ પ્રાકૃતિક ખેતી તરફ વડે તેને ધ્યાનમાં લઈને સબસીડી ઘટાડી હોવાનું અનુમાન લગાવી શકાય છે. આમ આવનાર દિવસોમાં ગુજરાતમાં પણ પ્રાકૃતિક ખેતી બાબતે વધુ ફોકસ કરવામાં આવશે.

આ પણ વાંચો : Union Budget 2023 : ભાવનગરના નોકરીયાત વર્ગને બજેટ ગોળ જેવું ગળ્યું લાગ્યું

ગુજરાત સરકાર લેશે પ્રેરણા : ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણાપ્રધાને બજેટ રજૂ કર્યું છે, જ્યારે આ બજેટ આત્મનિર્ભર વિશ્વ બધું અને દેશના વિકાસને આગળ વધારનારું બજેટ છે, જ્યારે આ બજેટમાં તમામ વર્ગને આવરી લેવામાં આવ્યો છે. જેથી આ બજેટને વિકાસલક્ષી અને અમૃત કાર્ડનું બજેટ ગણવામાં આવ્યું છે, જ્યારે બજેટના ત્રણ મુખ્ય પાયા આર્થિક વિકાસ ગતિ સમાજના તમામ વર્ગોને સમતુલિત અને ફિશીયન્સીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતનું બજેટ પણ વિધાનસભા ગ્રુપમાં રજૂ થશે. તેમાં પણ ગુજરાત કેન્દ્ર સરકારના બજેટમાંથી પ્રેરણા લઈને સરકાર આગળ વધશે.

આ પણ વાંચો : Union Budget 2023 શહેરી વિકાસ માટે 10,000 કરોડનું ફંડ, ખાલી જમીન માટે નવા પ્રોજેક્ટ

ગુજરાતને થશે ફાયદો : CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં IFSC એ ખાતે વ્યાપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ તેમજ લેબગ્રોન ડાયમંડના ઉત્પાદને વૃદ્ધિ આપવાનો આગવો પ્રયાસ ગુજરાતના વેપાર-ઉદ્યોગ-વાણિજ્ય માટે લાભદાયી નીવડશે. મધ્યમવર્ગીય પરિવારોને ઇન્ક્મટેક્ષમાં રાહત, આપવા સાથે આઝાદીના અમૃત કાળનું આ બજેટ સપ્તર્ષિ-સાત મુદ્દાઓને આધારે આત્મનિર્ભર સશક્ત ભારતની નેમ સાકાર કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.