આ ઉજવણીમાં રાજ્યની કુલ 8 મનપામાં બાળકો સાથેની એક રેલી યોજવામાં આવશે. જેમાં મુખ્યત્વે ધોરણ 6થી 8 સુધીના વિદ્યાર્થીઓ, બાળ અધિકાર સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત હોય એવા NGO. અને સમાજ સેવકો જોડાશે. આ રેલીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ અધિકારી સાથે સંકલન કરવામાં આવશે.
આ રેલીનું મહાનગરના પદાધિકારી અને અધિકારીઓ દ્વારા સવારે 8:30 કલાકે પ્રસ્થાન કરાવશે. રેલીનો માર્ગ 1 કિલોમીટર સુધીનો રહેશે, જેમાં બાળ અધિકારોને લગતા સૂત્રો, ક્વોટ્સ, સાથેના બેનર્સ, પેમ્પલેટ વગેરે દ્વારા બળ અધિકારને લગતી બાબતોથી લોકોન જાગૃત કરવાના પ્રયત્નો કરશે.
આ ઉપરાંત બાળ અધિકારોની જોગવાઈઓ વિશે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે રાજ્યની તમામ શાળાઓમાં સવારે 11થી 1 વાગ્યા સુધી પરીક્ષા યોજવામાં આવશે.