ગાંધીનગર : ગુજરાતમાં જે રીતે અકસ્માતના (Accident Cases in Gujarat) ગુનાઓ સતત વધી રહ્યા છે. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ જગ્યાએ CCTV ઇન્સ્ટોલ કરવાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તે પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર ખાસ આ બાબતે એક વિધેયક પણ પસાર કરશે. જ્યારે મળતી માહિતી પ્રમાણે CCTV પ્રોજેક્ટ (CCTV Project in Gujarat) પીપીપી ધોરણે તૈયાર કરવામાં આવ્યો છે.
પ્રથમ મહાનગરોમાં આ પ્રોજેક્ટ લાગુ થશે - રાજ્યમાં મોટા મોટા ગુનો ભેદવા માટે CCTV નેટવર્ક (CCTV Network in Gujarat) ખૂબ જ જરૂરી બન્યું છે. ત્યારે રાજ્યના મહાનગરોની વાત કરવામાં આવે તો અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, જામનગર, ભાવનગર, જૂનાગઢ જેવા કોર્પોરેશન વિસ્તારમાં CCTV નેટવર્ક સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારની મદદથી જાહેર રોડ પર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે આંતરમાળખાકીય રસ્તા પર હજુ પણ CCTVના અભાવ જોવા મળે છે.
ઝીરો ક્રાઇમ - અમુક ગુનાઓની શોધખોળ માટે અનેક દિવસો અને મહિનાનો સમય વીતી જાય છે. ત્યારે રાજ્યમાં ઝીરો ક્રાઇમ થાય તેને ધ્યાનમાં લઈને ખાસ ગૃહ વિભાગ દ્વારા એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યની તમામ નગરપાલિકાઓ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ રસ્તાઓ અને ખાનગી સોસાયટીઓમાં સોસાયટી CCTV પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Lions in Veraval : વેરાવળના સીમારમાં મધરાત્રે સિંહોનું ટોળું લટાર મારવા નીકળ્યું કે શિકાર માટે?જૂઓ CCTV ફૂટેજ
અમુક અંતરે અથવા પોલીસ સ્ટેશન કે સરકારી ઓફિસમાં સર્વેલન્સ - ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા CCTVના વિધેયક પસાર કરવાની તૈયારી માટે ત્યારે સમગ્ર પ્રોજેક્ટ તૈયાર થયા બાદ અને પ્રોજેક્ટ દરમિયાન અમુક કિલોમીટરના અંતરે CCTV (CCTV Facility in Gujarat) કંટ્રોલ માટે એક સર્વેલન્સ રૂમમાં તૈયાર કરવામાં આવશે. જ્યારે આ પ્રોજેક્ટ પીપીપી ધોરણે કરવામાં આવશે.
અત્યારે અમદાવાદ, સુરત અને બરોડાના પોલીસ સ્ટેશનમાં સ્માર્ટ કેમેરા - વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર જેવા પોલીસ સ્ટેશન વિસ્તાર અને જાહેર માર્ગો ઉપર 360 ડિગ્રી ફરે તેવા કેમેરા મૂકવામાં આવ્યા છે. આ સાથે જ આ તમામ કૅમેરા હાઇ ડેફિનેશન વાળા છે. જે રાત્રે પણ એકદમ સ્પષ્ટ વિઝન આપી શકે છે. આમ આવા જ વિઝન હવે તમામ રોડ રસ્તા (CCTV on the Roads of Gujarat) ઉપર ખાનગી સોસાયટીમાં અથવા તો આંતરિક રસ્તાઓ પર પણ મળી રહે. અને ગુનાઓ ગણતરીના કલાકમાં જ ભેદી શકાય તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ સાથે ગુજરાત વિધાનસભામાં પસાર કરશે.
આ પણ વાંચો : Assembly Election 2022: વિધાનસભા ચૂંટણીના પરિણામો પર ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા
ગૃહ વિભાગ નક્કી કરશે સીસીટીવી કેવા પ્રકારના હશે - રાજ્ય સરકાર દ્વારા પહેલા પણ આ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં કોઈપણ પ્રકારના નિયમો હતા નહીં. તેથી અમુક સોસાયટીમાં અત્યંત સસ્તા CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવતા હતા. તેથી અમુક સમયે આ CCTV કેમેરા બંધ થઈ જાય અથવા તો પોતે જ સારા મળી શકતા ન હતા. અને એક જ પ્રકારના સ્ટેન્ડમાં ફિક્સ વિડિયો આવતા હોવાના કારણે ગુના નિવારવા માટે પણ પોલીસને વધુ સમય જતો હતો.
CCTV 360 ડિગ્રીમાં ફરતા રહેશે - હવે ગૃહ વિભાગ દ્વારા એક ખાસ પ્રકારના સ્પેસિફિકેશન સાથેના કૅમેરા નક્કી કરવામાં આવ્યા છે. જે જગ્યાએ કેમેરા ફિક્સ કરવાના રહેશે તે જગ્યાએ કૅમેરા પોતાની રીતે જ 360 ડિગ્રીમાં ફરતા રહે તેવા પણ નિયમો મૂકવામાં આવ્યા છે. આમ ગૃહ વિભાગ દ્વારા જે કેમેરાનું સ્પેસિફિકેશન નક્કી કરવામાં આવશે તેવા જ કેમેરા ફરજિયાત રીતે લગાવવાના રહેશે.
CCTV માટે કરવાની રહેશે અરજી - સોસાયટી સિટી પ્રોજેક્ટમાં જે તે સોસાયટીના રહીશો દ્વારા પ્રમાણે અરજી કરવાની રહેશે. મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં કુલ 47 જેટલા પોલીસ સ્ટેશન છે. આ તમામ પોલીસ સ્ટેશન સાત ઝોન પ્રમાણે છે. જેથી રહીશોએ પોતાના જ ઝોન પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી કરવાની રહેશે. આમ તમામ પ્રકારની માહિતી કે કેટલા CCTV કેમેરાની જરૂર છે. કેવી રીતે લગાવવામાં આવશે અને કઈ જગ્યાએ લગાવવામાં આવશે. તે તમામ પ્રકારની માહિતી અરજીમાં જોડવાની રહેશે.