ETV Bharat / state

Car Accident In Gandhinagar: ગાંધીનગરના રાયસણમાં ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટનાસ્થળે મોત - ત્રણના ઘટનાસ્થળે મોત

ગાંધીનગરમાં રાયસણ BAPS સ્કૂલ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દેતા રોડને અડીને લગાવેલા બે ત્રણ કન્સ્ટ્રક્શન સાઈટનાં જાહેરાતના બોર્ડ સાથે કાર અથડાઈને પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

car accident Near Raisan BAPS School In Gandhinagar

author img

By

Published : Jan 23, 2023, 12:37 PM IST

ગાંધીનગર: ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી BAPS સ્કૂલ તરફ જતાં રોડ ઉપર ગઈકાલે રાતના સમયે ભયાનક અકસ્માતની ઘટના બનવા પામી હતી. ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ ઈજાગ્રસ્તો પૈકી એકની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. મૃતકમાં એક બિલ્ડરનાં પુત્ર હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ ત્રણ જણાને દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો Surat Accident : આ કેવો અકસ્માત, ટ્રક પાછળ દોરડા સાથે બંધાયેલી હાલતમાં વ્યક્તિ ઢસડાયો

કેવી રીતે થયો અકસ્માત: મળેલી માહિતી અનુસાર 22 જાન્યુઆરીના રોજ રાત્રીના સાડા આઠ વાગ્યે રાયસણના યુવાનો પ્રવીણ રાવળ, હાર્દિક પટેલ, જીગર રાવળ, વિપુલ ઠાકોર અને ધવલ રાવળ સિલિકોન લાવીસ્ટા ખાતે ભેગા થયા હતા. બાદમાં તમામ મિત્રો હાર્દીકની કાર લઇને ત્યાંની નીકળ્યા હતા. પ્રવીણ કાર ચલાવી રહ્યો હતો અને હાર્દિક તેની બાજુમાં બેઠો હતો. જ્યારે અન્ય ત્રણ મિત્રો પાછળની સીટમાં સવાર થયા હતા. પ્રવિણે અચાનક કાર પૂર ઝડપે ચલાવવાનું શરૂ કર્યું હતું. કાર રાયસણ રોડ પર પ્રીયા ફાર્મ અને BAPS સ્કૂલની નજીક પહોંચી ત્યારે પ્રવિણે કાર પરનો કાબુ ગુમાવી બેસતા કાર રોડ પર ફંગોળાઈ હતી અને પલટી મારી ગઇ હતી.

આ પણ વાંચો Vadodara Corporation: રખડતા ઢોરને પ્રથમવાર CCTVથી સ્કેન કરી માલિકોની સામે પોલીસ કેસ

પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી: બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાર એટલી પૂર ઝડપે થાંભલા સાથે અથડાઈ હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રોડની સાઈડમાં આવેલા વીજળીના થાંભલા સાથે કાર અથડાઈ હતી. જેનાં કારણે પ્રવિણે કાર પરનો કાબુ ગુમાવી દઈ કન્સ્ટ્રક્શન સાઈટની જાહેરાતના બે ત્રણ બોર્ડ સાથે કાર અથડાતા બે ત્રણ વખત પલ્ટી મારી ગઈ હતી.

ન્સ્ટ્રક્શન સાઈટનાં જાહેરાતના બોર્ડ સાથે કાર અથડાઈને પલ્ટી

નવસારીમાં પણ ગંભીર અકસ્માત: નવસારી પાસેથી પસાર થતો નેશનલ હાઈવે 48 ફરી એકવાર મોતની ચીચીયારીઓથી કપકપી ઉઠ્યો છે. ચીખલી હાઇવે પર આલીપોર બ્રિજ ઉપર ટ્રક અને કાર વચ્ચેની ટક્કરમાં થયેલા અકસ્માતમાં 4 ના મોત થયા છે. તો 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈનોવા કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. તો બે લોકોને ગંભીર અવસ્થામાં સુરતની હોસ્પિટલમાં ખસેડાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.