વિધાનસભાગૃહમાં રાજ્ય સરકારે શુક્રવારના રોજ CAG(Comptroller and Auditor General of India)નો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ષ 2017-18માં થયેલાં નુકસાનનો અહેવાલ મૂકવામાં આવ્યો હતો. આકસ્મિક દૂર્ઘટના,ચોરી, આગ અને ઉચાપતના જેવી ઘટનાઓના કારણે ભારે નુકસાન સરકારને કુલ રૂપિયા 14.40 કરોડનું નુકસાન થયું છે.
- બંદરો અને પરીવહનમાં સરકારી માલ-સામાનની ઉચાપતના બે કિસ્સામાં સરકારને રૂપિયા. 5.79 લાખનું નુક્સાન
- કૃષિ અને સહકારમાં ચોરીના 1 કિસ્સામાં રૂપિયા. 3.21 લાખ, સરકારી સામાનની ઉચાપતના 1 કિસ્સામાં રૂપિયા 1.41 લાખનું નુકસાન
- કાયદા વિભાગમાં ચોરીના 1 કિસ્સામાં રૂપિયા. 11.67 લાખ જ્યારે સરકારી સામાનની ઉચાપતના 6 કિસ્સામાં રૂપિયા. 11.53 લાખનું નુકસાન
- શ્રમ અને રોજગાર વિભાગમાં ચોરીના 2 કિસ્સામાંરૂપિયા9.13 લાખનું નુક્સાન
- શિક્ષણ વિભાગમાં ચોરીના 6 કિસ્સામાં રૂપિયા. 3.78 લાખ જ્યારે સરકારી સામાનની ઉચાપતના 7 કિસ્સામાં રૂપિયા. 385.75 લાખનું નુક્સાન
- આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગમાં ચોરીના 2 કિસ્સામાં રૂપિયા. 2.24 લાખ જ્યારે સરકારી સામાનની ઉચાપતના 7 કિસ્સામાં રૂપિયા. 18.73 લાખનું નુકસાન
- ગૃહ વિભાગમાં ચોરીના 1 કિસ્સામાં રૂપિયા. 31.8 લાખ જ્યારે સરકારી સામાનની ઉચાપતના 12 કિસ્સામાં રૂપિયા. 111.28 લાખનું નુક્સાન
- અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકની બાબતોમાં ચોરીના 1 કિસ્સામાં રૂપિયા. 0.1 લાખ જ્યારે સરકારી સામાનની ઉચાપતના 1 કિસ્સામાં રૂપિયા. 61.65 લાખનુંનુકસાન
- મહેસુલ વિભાગમાં સરકારી સામાનની ઉચાપતના 26 કિસ્સામાંરૂપિયા. 14.46 લાખનું નુકસાન
- આદિજાતિ વિકાસ વિભાગમાં સરકારી સામાનની ઉચાપતના 1 કિસ્સામાં રૂપિયા. 147.19 લાખનું નુકસાન
- માર્ગ અને મકાન વિભાગમાં ચોરીના 3 કિસ્સામાં રૂપિયા. 1.57 લાખ જ્યારે સરકારી સામાનની ઉચાપતના 5 કિસ્સામાં રૂપિયા. 348.5 લાખનું નુકસાન
- નર્મદા , જળ સંપત્તિ , પાણી પુરવઠો અને કલ્પસર વિભાગમાં ચોરીના 12 કિસ્સામાં રૂ. 6.45 લાખ જ્યારે સરકારી સામાનની ઉચાપતના 17 કિસ્સામાં રૂ. 37.81 લાખનું નુકસાન
- વન અને પર્યાવરણ વિભાગમાં ચોરીના 8 કિસ્સામાં રૂપિયા. 3.57 લાખ જ્યારે સરકારી સામાનની ઉચાપતના 8 કિસ્સામાં રૂપિયા. 12.9 લાખ જ્યારે આગ અને અકસ્માતના 20 કિસ્સામાં રૂપિયા. 84.41 લાખનું નુકસાન
- વિગ્નાન અને પર્યાવરણ વિભાગમાં સરકારી સામાનની ઉચાપતના 1 કિસ્સામાં રૂપિયા. 12.68 લાખનું નુકસાન
- પંચાયત , ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં સરકારી સામાનની ઉચાપતના 3 કિસ્સામાં રૂપિયા. 33.94 લાખનું નુકસાન
આમ, સરકારના અલગ-અલગ 16 વિભાગમાં ચોરીના 38 કિસ્સામાં રૂપિયા. 73.98 લાખ, સરકારી સામાનની ઉચાપતના 99 કિસ્સામાં રૂપિયા. 1281.24 લાખનું નુક્સાન, આગ અને અકસ્માતના 20 બનાવોમાં રૂપિયા. 84.41 લાખ સહિત કુલ 157 અલગ-અલગ બનાવોમાં સરકારને રૂપિયા. 1439.63 લાખની નુકસાન થયું છે.