ETV Bharat / state

દેશના કરોડો રોજગાર વાંચ્છુ યુવાઓને ઇઝ ઓફ લીવીંગ માટેના ઐતિહાસિક નિર્ણયને કેબિનેટમાં આવકાર્યો - Common Registration Portal

દેશના કરોડો રોજગાર વાંચ્છુ યુવાઓને ઇઝ ઑફ લીવીંગ માટ જે માગ કરી હતી. તે પૂર્ણ કરવા માટે બુધવારના રોજ કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી.

દેશના કરોડો રોજગાર વાંચ્છુ યુવાઓને ઇઝ ઓફ લીવીંગ માટે એક ઐતિહાસિક નિર્ણયને કેબિનેટમાં આવકાર્યો

author img

By

Published : Aug 19, 2020, 10:49 PM IST

ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કરોડો રોજગાર વાંચ્છુ યુવાઓને ઇઝ ઓફ લીવીંગ માટેના નિર્ણયને કેબિનેટ બેઠકમાં બુધવારના રોજ આવકાર્યો હતો.

CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશના યુવાઓની વર્ષોથી જે માગ હતી તેને પૂર્ણ કરવા માટે વડાપ્રધાનનો હ્વદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, દેશમાં અલગ-અલગ એજન્સીઓ દ્વારા ભરતી માટે લેવાતી પરિક્ષાઓનો એકજ ઝાટકે અંત લાવવાનું ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. તે માટે સમગ્ર ગુજરાતના યુવાનો અને જનતા વતી મુખ્ય અભિનંદન આપ્યા છે.

હવે, આપણા યુવાનોને કોઇ પણ સરકારી સેવાની ભરતી માટે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી-રાષ્ટ્રિય ભરતી સંસ્થા દ્વારા એકજ પરિક્ષા કોમન એલીજીબીલીટી ટેસ્ટ આપવાની રહેશે. તે બાબતે રૂપાણીએ જણાવ્યું હતું કે, એના પરિણામે યુવાનોના સમય, નાણાં, બચશે-મહેનત ઓછી કરવાની થશે. તેમજ માનસિક તનાવ પણ ઓછો થશે, આ નિર્ણયની કોમન એલીજીબીલીટી ટેસ્ટ 12 ભાષામાં લેવાશે. જેથી ગુજરાતના યુવાધનને ગુજરાતી ભાષામાં પરિક્ષા આપવાની પણ સરળતા થશે.

આ ઓનલાઇન પરિક્ષાનું પરિણામ-રિઝલ્ટ તુરત જ જાહેર કરી દેવાશે. એટલું જ નહિ, આ પરિણામના ગુણાંક 3 વર્ષ સુધી માન્ય રહેવાના છે, એટલે કોઇ પણ યુવાને એકવાર પરિક્ષા આપ્યા બાદ બીજીવાર પરિક્ષા આપવાની જરૂર નહિ રહે સાથે સાથેએ પણ સગવડતા આપી છે કે, જો કોઇ યુવાનને વધુ માર્ક મેળવવા હોય તો એ બીજીવાર પરિક્ષા આપી શકે અને જે માર્ક વધારે હશે તે ધ્યાનમાં લેવાશે.

કોમન રજિસ્ટ્રેશન પોર્ટલ, કોમન સિલેબસનો પણ આ કોમન એલીજીબીલીટી ટેસ્ટમાં ઉપયોગ કરાવવાનો છે એટલે યુવાધનને અલગ-અલગ પરીક્ષા માટે અલગ-અલગ જગ્યાએ રજિસ્ટ્રેશન, પરીક્ષા ફી, વધારે અભ્યાસક્રમ મટિરીયલ બધામાંથી મુકિ્ત મળશે. કોમન એલીજીબીલીટ ટેસ્ટ વર્ષમાં બે વખત યોજાશે. પ્રિલીમીનરી પરીક્ષાના માર્કને આધારે રેલવે અને અન્ય રીક્રુટમેન્ટ એજન્સીની સ્પેેશ્યિલાઇઝડ પરીક્ષામાં ઉમેદવારીની તક તેને મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.