- રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
- આવનાર દિવસોમાં તહેવાર બાબતે થશે ચર્ચા
- વેક્સિનેશનની ડ્રાઇવ બાબતે થશે મહત્વની ચર્ચા
- ડોક્ટરોની હડતાલ બાબતે થશે ચર્ચા
ગાંધીનગર: રાજ્યમાં દર બુધવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ના સમાચાર બેઠકનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજે પણ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સવારે 10:30 કલાકે કેબિનેટ બેઠક મળશે. જેમાં આવનારા દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર નિમિત્તે કઈ પ્રકારના નિયમો અને જાહેરાત કરવી તે બાબતે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં કોરોના વેક્સિનેશન drive બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો: મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે યોજાશે કેબિનેટની બેઠક
15 ઓગસ્ટ ઉજવણીની તૈયારીઓ
મલ્ટી માહિતી પ્રમાણે વિજય રૂપાણી એડજેસ્ટમેન્ટ યોજાયેલી કેબિનેટ બેઠકમાં 15મી ઓગસ્ટે રાજ્યમાં થનારી ઉજવણી બાબતે પણ તૈયારીઓ કઈ રીતની છે. તે બાબતને પણ ચર્ચાઓ કરવામાં આવશે. જ્યારે તમામ પ્રધાનો અને અલગ-અલગ જિલ્લાઓની ફાળવણી પણ કરવામાં આવી છે, ત્યારે જિલ્લા કક્ષાએ પ્રધાનોને કઈ માહિતી લોકો સુધી પહોંચાડવી અને રાજ્ય સરકારની કામગીરી કઈ રીતે જાહેર જનતાને પહોંચાડવી બાબતનું પણ ખાસ પ્રકારની ચર્ચા કરવામાં આવશે.
ડોક્ટરોની હડતાલ બાબતે ચર્ચા
સાત દિવસથી રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ છે, ત્યારે આજની બેઠકમાં ડોક્ટરોની હડતાળ બાબતે અને તેઓની કટલરી પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર કઈ રીતના પગલાં પડે અને નવા નિયમો જાહેર થશે તે બાબતને પણ જગ્યા ખાસ બેઠકમાં કરવામાં આવશે આમ સૌથી મહત્વનો મુદ્દો કે જે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ પરત કેમ ખેંચવી તે બાબતે ખાસ ચર્ચા થશે.
રાજ્યમાં વરસાદની અછત
મોટી વાત કરવામાં આવે છે. જેથી રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ કાર્યભાર સંભાળ્યો છે, ત્યારથી રાજ્યમાં વરસાદની અછત સર્જાઈ નથી પરંતુ પ્રથમ વખત રાજ્યમાં વરસાદની અછત સર્જાઈ છે, ત્યારે વરસાદી અસરથી કઈ-કઈ સમસ્યાઓ રાજ્ય સરકારને સામનો કરવો પડશે આ ઉપરાંત રાજ્ય સરકાર આવનારા સમયમાં પીવાના પાણીનું આયોજન ખેતીના સિંચાઇ માટેનું આયોજન પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ 10 ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉભા પાકને બચાવવા માટે પાણી છોડવાની જાહેરાત કરી છે. જ્યારે આવનારા દિવસોમાં પીવાના પાણીનું આયોજન અને ખેતી માટે અને કઇ રીતનું આયોજન બાબતે પણ ખાસ ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.