- CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
- 100 દિવસના એક્શનપ્લાન બાબતે થશે ચર્ચા
- રાજ્ય સરકાર ઇલેક્શનને ધ્યાનમાં લઈને કરશે મહત્વના નિર્ણયો
- દિવાળી પહેલા 100 ટકા રસીકરણની કામગીરી બાબતે થશે આયોજન
ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે તમામ પ્રધાનોને એક ખાસ સુચના સાથેનો 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી, તેને ધ્યાનમાં લઇને આજે મળનારી કેબિનેટ બેઠકમાં રાજ્યના તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાન પોતાના વિભાગના અને પોતાના વિસ્તારના એક્શન પ્લાન કેબિનેટ બેઠકમાં રજૂ કરશે. આ બાબતે ખાસ સમીક્ષા પણ કરવામાં આવશે, અને આગામી સમયમાં જે એક્શન પ્લાન જેમાં સીધું જાહેર જનતા ઇન્વોલ્વમેન્ટ હોય તેવા પ્લાનને પૂર્ણ કરવાનું આયોજન પણ કરવામાં આવશે.
દિવાળી પહેલા ગુજરાતમાં 100 ટકા રસીકરણ
વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં કુલ 88 ટકા જેટલું રસીકરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે દિવાળીના તહેવાર પહેલા રાજ્યમાં 100 ટકા રસીકરણ પૂર્ણ થાય તે બાબતે આરોગ્ય વિભાગ દ્વારા પણ એક ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં આશાવર્કર હવે આંગણવાડી બહેનોની મદદથી મતદાર યાદીનો ઉપયોગ કરીને વધુમાં વધુ વહેલી તકે લોકોને રસીકરણ કરી દેવાય તેવું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
16 ઓક્ટોબરથી શરૂ થશે અભ્યારણો
ચોમાસાના ચાર મહિના દરમિયાન ગુજરાત રાજ્યના અભ્યારણ બંધ રાખવામાં આવે છે. કારણ કે, સિંહના મેટિંગ પીરીયડ હોવાના કારણે તમામ પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકવામાં આવે છે. જ્યારે હવે ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ગઈ છે, અને હવે રાજ્યના તમામ અભ્યાસનો જાહેર જનતા માટે ખુલ્લા થશે તે બાબતે પણ વનવિભાગ દ્વારા કઈ રીતે તૈયારી કરવામાં આવી છે.
મહેસુલની કામગીરી બાબતે સમીક્ષા
ગુજરાત રાજ્યના કેબિનેટ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી બરોડામાં મહેસુલના અધિકારીઓને 30 દિવસમાં 100 જેટલા નિર્ણય આપવાની જાહેરાત કરી છે, ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર રાજ્યમાં આ નિર્ણય લાગુ થાય તે બાબતે પણ કેબિનેટ બેઠકમાં નિર્ણયની સમીક્ષા કરીને અંતિમ નિર્ણય કરવામાં આવશે. જેથી મહેસૂલ વિભાગમાં પડતર રહેલા પ્રશ્નનો પણ તાત્કાલિક ધોરણે ઝડપી નિકાલ થઈ શકે.
આ પણ વાંચો : પાકિસ્તાનથી આવ્યો હતો આતંકવાદી પીર મૌલાના, દિલ્હીમાં બ્લાસ્ટ કરવાનું હતું ષડયંત્ર
આ પણ વાંચો : સી આર પાટીલનો માસ્ટરસ્ટ્રોકઃ નવા 100 ધારાસભ્યો શોધવાના છે, હવે જૂના 100 ધારાસભ્યોમાં ફફડાટ