ETV Bharat / state

Gujarat Cabinet meeting: 27 જુલાઈના રોજ કેબિનેટ બેઠકમાંં આ મુદ્દાઓ પર ભાર મુકવામાં આવશે - Cabinet meeting

મુખ્યપ્રધાનની હાજરીમાં 27 જુલાઈના રોજ કેબિનેટ બેઠકનું (Gujarat Cabinet meeting )આયોજન કરવામાં આવ્યું છે. આ કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે. જેમાં ગુજરાતમાં વરસાદથી થયેલા નુકસાન, લમ્પી વાયરસ, બોટાદમાં લઠ્ઠાકાંડ અને વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના મુદ્દાઓ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે.

Gujarat Cabinet meeting: 27 જુલાઈના રોજ કેબિનેટ બેઠકમાંં આ મુદ્દાઓ પર ભાર મુકવામાં આવશે

author img

By

Published : Jul 26, 2022, 8:02 PM IST

ગાંધીનગર: મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષતામાં 27 જુલાઈના રોજ કેબિનેટ બેઠકનું (Gujarat Cabinet meeting )આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:00 કલાકે મળનારી કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દાઓની વાત કરવામાં આવે તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં થયેલ લઠ્ઠાકાંડ તથા ભારે વરસાદના લીધે દક્ષિણ ગુજરાતમાં ખેતીનો સર્વે સૌરાષ્ટ્રના લમ્પી વાયરસ અને વડાપ્રધાન મોદીના ગુજરાત (PM Modi visit Gujarat)પ્રવાસ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે.

લઠ્ઠાકાંડ બાબતે તપાસ - 25 જુલાઈના રોજ અમદાવાદ જિલ્લાના હિમ્મતવાડા અને બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટનાઓ બની છે. જેમાં 35 જેટલા લોકોના દેશી દારૂ એટલે કે કેમિકલ યુક્ત દારૂની સેવનથી મૃત્યુ નીપજ્યા છે. આ બાબતે કઈ રીતની તપાસ પહોંચી છે અને કેવી રીતે તપાસ કરવામાં આવી રહી છે તે બાબતની પણ ખાસ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા નિવવામાં આવેલી કમીટી તાત્કાલિક ધોરણે રિપોર્ટ તૈયાર કરે તે બાબતની સૂચના પણ કેબીનેટ બેઠકમાં આપવામાં આવશે.

આ પણ વાંચોઃ કેજરીવાલે કર્યા સોમનાથ દર્શન, લઠ્ઠાકાંડ વિશે પુછતા કહ્યું- "અહિયા રાજનીતિની વાત નહીં"

વડાપ્રધાન મોદીના કાર્યક્રમો બાબતે ચર્ચા - ગુજરાત વિધાનસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય અને સરકાર તથા અમિત શાહ વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 28 અને 29 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ ગુજરાતે આવશે ત્યારે આ બાબતે પણ ખાસ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખન્ય છે કે 28 તારીખે હિંમતનગરની બનાસ ડેરી કાર્યક્રમ મહારાજા આપશે અને ત્યારબાદ 29 તારીખે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સીયલ સર્વિસીસ ઓથોરિટીના ભવનના પાયો નાખવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ 310 થી વધુ એકમો IFSCA હેઠળ કામગીરી શરૂ કરી છે જ્યારે નાણાકીય વ્યવહારોમાં આ એકમો મારફતે અત્યાર સુધીમાં 140 ટકા વૃદ્ધિ પણ નોંધાવી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવશે.

દક્ષિણ ગુજરાતમાં ખેતી સર્વે - દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક (Heavy rain in Gujarat)પ્રકારની નુકસાન થયું છે. જ્યારે ઉભા પાકને તથા આખે આખા ખેતરો પણ વરસાદના કારણે ધોવાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં તાત્કાલિક ધોરણે સર્વે કરવાની રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે સર્વેની કામગીરી ક્યાં સુધી પહોંચી અને ત્યાં સુધીમાં સર્વે પૂર્ણ કરવામાં આવશે તે બાબતનો રિપોર્ટ પણ કેબિનેટ બેઠકમાં રજૂ થઈ શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં દારૂ વેપાર પર પોલીસ અને ભાજપના લોકોની ભાગદારી : જગદીશ ઠાકોર

લમ્પી વાયરસ બાબતે ચર્ચા - ગુજરાતના 11 જેટલા જિલ્લાઓમાં પશુઓમાં લમ્પી વાયરસની (Lumpy virus in Gujarat )અસર જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જે વિસ્તારમાંથી લમ્પી વાયરસના કેસ સામે આવે તેમાં પાંચ કિલોમીટરની ત્રિજ્યાની અંદર રસીકરણ કરવાની ખાસ સૂચના આપવામાં આવી છે. આવનારા દિવસોમાં આ લમ્પી વાયરસ ક્યારેય કંટ્રોલમાં આવશે તે બાબતનો રિપોર્ટ પણ કેબિને બેઠકમાં આપવામાં આવશે જ્યારે પશુપાલન વિભાગ દ્વારા આ રોગને કંટ્રોલમાં કેવી રીતે કરી શકાય તે બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.