ETV Bharat / state

કેબિનેટ મિટીંગમાં અભ્યાસક્રમો માતૃભાષામાં તૈયાર કરવા માટેનો મહત્વનો નર્ણય: જીતુ વાઘાણી

ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં મહત્વના નિર્ણયો (Cabinet Meeting Important decision) કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા અમલી નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત વ્યાવસાયિક અભ્યાસક્રમો માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કરવા માટે સમિતિની રચના કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

કેબિનેટ મિટીંગમાં અભ્યાસક્રમો માતૃભાષામાં તૈયાર કરવા માટેનો મહત્વનો નર્ણય: જીતુ વાઘાણી
કેબિનેટ મિટીંગમાં અભ્યાસક્રમો માતૃભાષામાં તૈયાર કરવા માટેનો મહત્વનો નર્ણય: જીતુ વાઘાણી
author img

By

Published : Oct 29, 2022, 11:06 PM IST

ગાંધીનગર રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક યોજાઈ (Cabinet meeting in Gandhinagar) હતી. જેમાં આજે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. આ બાબતે રાજ્યના પ્રવક્તા પ્રધાન (Spokesperson Minister of Gujarat) જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજયના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી પોતાની કારકિર્દી ઘડી શકે. એ માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી નવી શિક્ષણ નીતિ 2020 (New Education Policy 2020) અંતર્ગત ઇજનેરી, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કરવા માટે સમિતિની રચના કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના (National Forensic Sciences University) કુલપતિ ડૉ.જે.એમ.વ્યાસની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિમાં કુલપતિઓ, ઇજનેરી અને તબીબી શાખાના શિક્ષણવિદો તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અધિકારીઓનો (Higher and Technical Education Officers) સમાવેશ કર્યો છે.

રાજયના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી પોતાની કારકિર્દી ઘડી શકે એ માટે અભ્યાસક્રમો માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કરવા માટે સમિતિની રચના કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

માતૃભાષામાં શિક્ષણ આપવાથી વિદ્યાર્થીઓને ફાયદો જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી નવી શિક્ષણ નીતિ 2020 મુજબ વિદ્યાર્થીઓ / અભ્યાસુઓને માતૃભાષામાં શિક્ષણ આપવાથી તમામ વિષયોને સમજવામાં ઘણી જ સરળતા પડે તેમ હોય ભુપેન્દ્ર પટેલ દ્વારા વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આ મહત્વનો નિર્ણય (Cabinet Meeting Important decision ) કર્યો છે. માતૃભાષામાં કોઇ પણ વિષયની અભિવ્યક્તિ એ વિચારોની મૌલિકતા અને નવા વિચારોને પ્રોત્સાહન આપે છે. ગુજરાતમાં માતૃભાષા ગુજરાતીમાં જ શિક્ષણ આપવું તે જરૂરી જ નહી, પરંતુ અનિવાર્ય હોઇ સરકારી અને બિન સરકારી શૈક્ષણિક સંસ્થાઓ (Non Government Educational Institutions) આ નીતિ મુજબ કાર્યવાહી કરે અને વ્યાવસાયિક વિદ્યાશાખાઓ (ઇજનેરી, તબીબી, ફાર્મસી, આર્કીટેક્ચર, એમ.બી.એ., એમ.સી.એ. વગેરે) માટેના તમામ પાઠ્યપુસ્તકો તેમજ અન્ય સાહિત્ય ગુજરાતીમાં તૈયાર થાય તે જરૂરી હોઈ આ નિર્ણય કર્યો છે.

50 લાખની ફાળવણી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજ્યુકેશન (All India Council for Technical Education) દ્વારા વ્યાવસાયિક અભ્યાસક્રમનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવા માટે માનદ વેતન આપવામાં આવે છે. આ માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં નવી બાબત હેઠળ ઇજનેરીના પુસ્તકોનું ગુજરાતી ભાષામાં ભાષાંતર (Engineering books Translation in Gujarati language) કરવા માટે રૂપિયા 50 લાખની ફાળવણી પણ કરી છે. જેની કામગીરી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને સોંપવામાં આવેલ હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

રાજ્યમાં કોમન સિવિલ કોડ માટે મહત્વનું પગલું પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે ગુજરાતમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે માટે સીએમ ભુપેન્દ્ર પટેલે ગુજરાતમાં કોમન સિવિલ કોડનો અમલ કરવા માટે મહત્વનો નિર્ણય લઈ એક કમિટીની રચના કરી છે. કેબિનેટ ર બેઠકમાં આજે તમામ પ્રધાનોએ સીએમ ભૂપેન્દ્ર પટેલને કોમન સિવિલ કોડનો અમલ કરવા માટેનો અધિકાર આપ્યો છે. આ અધિકારના ભાગરૂપે આ મહત્વનો નિર્ણય કર્યો છે, કોમન સિવિલ કોડના અમલની રાજ્યના નાગરિકોની વર્ષો જૂની આશા આજે આ કમિટીની રચનાથી પૂર્ણ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.