ગાંધીનગર તાલુકા પંચાયતની 36 બેઠક માટે દોઢ વર્ષ પહેલા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના 18 બેઠક ભાજપને 15 બેઠક અને 3 અપક્ષો મેદાન મારી ગયા હતા. બહુમતી કોંગ્રેસની હોવા છતાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ હાલમાં સત્તા સ્થાન ઉપર બેઠા છે. ત્યારે ઉનાવા બેઠકના વિજય થયેલા ઉમેદવાર રાજેન્દ્રસિંહ ડાભીનું હૃદયરોગના હુમલાના કારણે મોત થતા આ બેઠક ખાલી પડી હતી, જેને લઇને આજે મતદાન યોજાઈ રહ્યું છે. અમદાવાદ બેઠક ઉપર કુલ 9560 મતદારો નોંધાયા છે. જેમાં 4905 પુરુષ અને 4654 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.
આ પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે ઉનાવા ગામના ભાજપ અને કોંગ્રેસે ઉનાવા ગામના જ ઉમેદવારને પસંદ કર્યા છે. જેમાં કોંગ્રેસે મિથિલ કુમાર પટેલ અને ભાજપે રાકેશ ઠાકોરને ટિકિટ આપી છે. 6 હજાર જેટલા મતદારો માત્ર ઉનાવા ગામના છે. જેમાં ગામમાં પાટીદારોની સંખ્યા વધારે પ્રમાણમાં છે. હાલના તબક્કે એવું જોવા મળી રહ્યું છે કે, કોંગ્રેસ ભાજપ પાસે રહેલી ઉનાવા બેઠક આજની ચૂંટણી પછી પોતાના પંજામાં લઈ લેશે. બીજી તરફ ભાજપ પણ આ બેઠક જાળવી રાખવા માટે મરણિયું બન્યું બન્યું છે. એક બેઠક ને લઈને હાલમાં મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે બંને પક્ષ આ આ સમર્થકો દ્વારા મતદારોને મતદાન મથક સુધી લઈ જવામાં આવી રહ્યા છે. પોતાના ઉમેદવારને વિજય બનાવવા માટે કમર કસી રહ્યા છે.
ઉનાવા બેઠકના પરિણામ સીધી રીતે જ તાલુકા પંચાયત ઉપર અસર કરી શકે છે. હાલમાં કોંગ્રેસના સભ્યોની બહુમતી હોવા છતાં ભાજપ પ્રમુખ, ઉપપ્રમુખ જ્યારે કોંગ્રેસને ટેકો આપીને અપક્ષ કારોબારી ચેરમેન તરીકે સત્તા સ્થાને છે. પરંતુ એક વર્ષ બાદ અઢી વર્ષની નામ બદલાશે, જેમાં કોંગ્રેસ તાલુકા પંચાયતને પોતાના પંજામાં કરી શકે છે. હાલમાં બે અપક્ષ દ્વારા ભાજપને ટેકો આપવામાં આવેલો છે. જ્યારે એક અપક્ષ કોંગ્રેસને ટેકો આપ્યો છે. જેને લઈને ભાજપ કોંગ્રેસ માટે આ ચૂંટણી અસ્તિત્વનો જંગ બની રહી છે.