ETV Bharat / state

ઉઘાડી લૂંટ..! દહેગામના પરપ્રાંતીયો પાસેથી 640 રૂપિયા બસભાડુ વસૂલાયું - lockdown news of gujarat

કોરોના વાયરસને લઈને ગુજરાતમાં રહેતા પરપ્રાંતીયોની હાલત કફોડી થઈ ગઈ છે. વતનમાં જવાની રાહ જોઇને બેઠેલા શ્રમજીવીઓ સરકાર પાસે આશા લઈને બેઠા હતા કે, તેમને વતનમાં જવાની વ્યવસ્થા કરી આવશે, પરંતુ ભાજપ સરકારની માનવતા મરી પરવારી હોય તેમ બસ ભાડામાં મજુરોના બાળકને પણ છોડવામાં આવ્યા નથી. આજે ગાંધીનગર જિલ્લામાંથી 1200 જેટલા શ્રમજીવીઓને તંત્ર દ્વારા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઉઘાડી લૂંટ! દહેગામના પરપ્રાંતીયો પાસેથી 640 રૂપિયા બસભાડુ વસૂલાયું

author img

By

Published : May 6, 2020, 8:47 PM IST

ગાંધીનગર: સમગ્ર દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં અલગ-અલગ રાજ્યોમાંથી આવીને વસેલા શ્રમજીવીઓનું જીવન યાતનાઓથી ભરેલું બની ગયું છે. એક તરફ રોજીરોટી બંધ થઇ ગઈ છે તો બીજી તરફ વતન પણ સાંભરી રહ્યું છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામના ઝાક જીઆઇડીસીમાં અનેક પરપ્રાંતીયો ફસાયેલા હતા. જેમને વતન પરત મોકલવામાં આવ્યા હતા. લાંબા સમયથી બહાર રહી મજૂરી કરી ગુજરાન ચલાવતા પરપ્રાંતીયોની આખરે ઘરવાપસી થઇ રહી હતી, પરંતુ સમસ્યા ત્યારે ઉદ્ભવી જ્યારે તેમને તેમના માદરે વતન જવા માટે પૈસા ચૂકવવા પડ્યા. એક મહિલાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, 'બસમાં બેસાડવા માટે પૈસા આપવાનો ઇન્કાર કરતા એક અધિકારી દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યુ હતું કે, જે લોકો પાસે પૈસા હોય તે જ બસમાં બેસે નહી તો પાછા ચાલ્યા જાય. મારા પતિએ મારા અને બે બાળકો સહિત 2800 રૂપિયા જેટલું ભાડું ચૂકવ્યું છે. જે વતન પહોંચ્યા બાદ અમને અન્ય રીતે કામ આવી શક્યા હોત.'

ઉઘાડી લૂંટ! દહેગામના પરપ્રાંતીયો પાસેથી 640 રૂપિયા બસભાડુ વસૂલાયું

ઝાક ગામના સરપંચ સુહાગ પંચાલ દ્વારા આ તમામ શ્રમજીવીઓને પીવાનું પાણી અને નાસ્તો વતન આવતા સુધીમાં વાપરી શકે એટલી માત્રામાં ઉપલબ્ધ કરી આપવામાં આવ્યો હતો. કોરોના વાયરસને લઈને સીએમ અને પીએમ દ્વારા રિલીફ ફંડ ઉભું કરવામાં આવ્યું છે. કરોડો રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે, ત્યારે જો સરકારે થોડી પણ માનવતા દાખવી હોત તો આ રૂપિયાનો ત્યાં ઉપયોગ કરી શક્યા હોત, પરંતુ ભાજપની સરકારે મજૂરોને પણ છોડ્યા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.