ગાંધીનગર : જે દેશ અને રાજ્યના બાળકો સ્વસ્થ એ દેશ અને રાજ્યનું ભવિષ્ય ઉજ્જવળ એવું કહેવાય છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અનેક એવા બાળકોનો જન્મ થયો છે જે કુપોષિત છે. રાજ્યમાં ઓછા વજનવાળા બાળકો અને અતિ ઓછા વજનવાળા બાળકોનો જન્મ થયો છે. જેમાં સરકારે 674 બાળકોની સારવાર કરીને પોષણયુક્ત બનાવ્યા હોવાનું રાજયના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ગૃહમાં નિવેદન આપ્યું હતું.
કયા જિલ્લાની પરિસ્થિતિ ખરાબ : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે કરેલા પ્રશ્નોમાં રાજ્ય સરકારે કુપોષિત બાળકોની સંખ્યા ઓછા વજનવાળા બાળકોની સંખ્યા અને અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા બાબતનો પ્રશ્નનો જવાબ આપ્યો છે. જેમાં ગુજરાતમાં કુલ 1,25,707 બાળકો કુપોષિત, 1,01,586 બાળકો ઓછા વજનવાળા અને 24,121 બાળકો હતી ઓછા વજનવાળા જન્મ્યા છે. જ્યારે સૌથી વધુ ખરાબ પરિસ્થિતિની વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લામાં 12492 જેટલા બાળકો કુપોષિત જન્મ્યા છે. જ્યારે ઓછા વજનવાળા બાળકોની સંખ્યામાં પણ નર્મદા જિલ્લો અગ્રેસર છે.
સરકારે કેવા લીધા પગલાં : ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા 16 માર્ચ 2020 થી 17 ફેબ્રુઆરી 2022 સુધી કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે આંગણવાડી બંધ રાખવામાં આવી હતી. પરંતુ તેમ છતાં પણ આંગણવાડીના તમામ લાભાર્થી બાળકોના દર અઠવાડિયાના સાત દિવસ પ્રમાણે સુખડી આપવામાં આવતી હતી. ત્યારબાદ 17 ફેબ્રુઆરી 2022 પછી આંગણવાડી કેન્દ્ર ખાતે 3 થી 6 વર્ષના બાળકોને સવારે ગરમ નાસ્તો અને બપોરે ભોજન પણ આપવામાં આવતું હતું અને બે દિવસ અઠવાડિયામાં ફળનું વિતરણ પણ કર્યું હતું. જ્યારે 6 થી 3 વર્ષના બાળકોને બાલશક્તિના 500 ગ્રામનું એક એવા 7 પેકેટ, અતિ ઓછા વજનવાળા બાળકોના બાળ શક્તિના 500 ગ્રામના એવા 10 પેકેટ અને 3 થી 6 વર્ષના અતિ ઓછા વજનવાળા બાળકોને 500 ગ્રામના એક એવા ચાર પેકેટ આપવામાં આવે છે.
આ પણ વાંચો Gujarat Nutrition Campaign: ગુજરાતમાં અંદાજીત 13 લાખ બાળકો કુપોષિત : CR પાટીલ
1000 ડોકટરોને કાયમી સેવાથી નિમણૂક કરવામાં આવશે : ગુજરાત વિધાનસભા ગૃહમાં આરોગ્ય વિભાગની બજેટની માંગણી અને ચર્ચા દરમિયાન આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે ડોક્ટરની સંખ્યા બાબતે નિવેદન આપ્યું હતું કે આવનાર દિવસોમાં 1000 જેટલા ડોક્ટરોને કાયમી સેવા નિમણૂક આપવામાં આવશે. 1,000થી વધુ ડોકટરોને બોન્ડથી સેવાનો લાભ લેવામાં આવશે. કામ જે રીતે ગુજરાતમાં મેડિકલની બેઠકોમાં વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં લઈને અનેક ડોક્ટરો પ્રતિ વર્ષે પાસ આઉટ થઈ રહ્યા છે. જેથી આગામી સમયમાં એક પણ જગ્યાએ ડોક્ટર અને અછતનો સવાલ ઊભો થશે નહીં.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયેના આંકડા આપને જણાવીએ કે નવી દિલ્હીમાં 2021માં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સૂચનાના અધિકાર (RTI) અંતર્ગત પૂછેલા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, દેશમાં 33 લાખથી વધુ બાળકો કુપોષિત છે, જેમાંથી 17.7 લાખથી વધુ બાળકો તો અત્યંત કુપોષિતની શ્રેણીમાં આવે છે. કુપોષિત બાળકોવાળા રાજ્યોમાં મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાત ટોપ પર છે. 14 ઓક્ટોબર 2021ની સ્થિતિ અનુસાર દેશમાં 17,76,902 બાળકો અત્યંત કુપોષિત અને 15,46,420 બાળકો અલ્પ કુપોષિત નોંધાયા હતાં. મંત્રાલયે એક RTI અરજીના જવાબમાં કહ્યું હતું કે, 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આંકડાઓથી કુલ 33,23,322 બાળકોના આંકડા આવ્યા હતા. આ આંકડા ગયા વર્ષે બનાવવામાં આવેલી પોષણ એપ પર રજિસ્ટર્ડ કરવામાં આવ્યા હતાં.આ આંકડાઓ નવેમ્બર 2020થી 14 ઓક્ટોબર 2021ની વચ્ચે ગંભીર રીતે કુપોષિત બાળકોની સંખ્યામાં 91 ટકાની વૃદ્ધિ દર્શાવતાં હતાં.