ગાંધીનગર : ગુજરાતમાં લાખોની સંખ્યામાં યુવાનો બેરોજગાર છે. તેની સામે ગુજરાત સરકારની અનેક સરકારી પોલીટેકનીક કોલેજ હોય, હોસ્પિટલ હોય આરોગ્ય વિભાગ હોય, કે શિક્ષણ વિભાગ હોય આ તમામ જગ્યા ઉપર અનેક જગ્યાઓ ખાલી હોવાનું વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન સામે આવ્યું છે. ત્યારે આ તમામ જગ્યાઓ ફરવા માટે રાજ્ય સરકાર વહીવટી અનુકૂળતાએ ભરતી કરશે તેવો જવાબ પણ લેખિતમાં ગુજરાત વિધાનસભા બજેટ સત્ર 2023માં વિધાનસભા ગૃહની પ્રશ્નોત્તરીમાં આપ્યો હતો.
સરકારી પોલીટેક્નિકમાં 986 જગ્યાઓ ખાલી : કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા રાજ્યમાં સરકારી ટેકનીક કોલેજોમાં સંવર્ગવાર મંજૂર મહેકમ બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં છેલ્લા બે વર્ષની પરિસ્થિતિ એટલે કે 31 ડિસેમ્બર 2022 ની સ્થિતિ અનુસાર સરકારી પોલીટેકનીક કોલેજમાં વર્ગ એક બે અને ત્રણમાં કુલ 986 જેટલી જગ્યાઓ ખાલી પડી હોવાનું સરકારે સ્વીકાર્યું છે. જેમાં વર્ગ 1માં 84, વર્ગ-2 માં 182 અને વર્ગ-3 માં કુલ 720 જેટલી જગ્યાઓ ખાલી છે. જ્યારે રાજકોટ શહેરની PDU કોલેજમાં વર્ગ 1માં 107, વર્ગ2 માં 59, વર્ગ 3માં 83 સહિત કુલ 249 જગ્યાઓ ખાલી અને 506 જગ્યાઓ ભરાયેલ છે.
આ પણ વાંચો Gujarat Assembly: સીએમ હસ્તકનાં GAD વિભાગમાં 24 અધિકારીઓ એક્સટેન્શનમાં, રાજ્યમાં 56 IASની ઘટ
અમદાવાદ ડેન્ટલ કોલેજ, SSG બરોડા હોસ્પિટલ જગ્યા ખાલી : ભાજપના જ ધારાસભ્ય અને બરોડાના પૂર્વ મેયર કેયૂર રોકડિયાએ બરોડાના એસએસજી હોસ્પિટલ બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે એસએસજી હોસ્પિટલમાં જ 121 જેટલી જગ્યાઓ ખાલી છે. ઉપરાંત ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટે અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજમાં ખાલી જગ્યાઓ બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં અમદાવાદ સરકારી ડેન્ટલ કોલેજમાં 53 જેટલી જગ્યાઓ ખાલી હોવાનું વિધાનસભા ગૃહમાં સરકારનો જવાબ સામે આવ્યો છે. ઉપરાંત જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં 4 જગ્યાઓ, ભાવનગરની સર ટી હોસ્પિટલમાં 61 જગ્યાઓ ખાલી છે. આ તમામ જગ્યાઓ યોગ્ય ઉમેદવારો ઉપલબ્ધ થયેથી ભરવામાં આવશે તેવું પણ સરકારે લેખિતમાં જણાવ્યું હતું. GMERS ગાંધીનગર મેડિકલ કોલેજમાં 120 જગ્યાઓ ખાલી છે.
આ પણ વાંચો PSI Recruitment Controversy : 1200 પીએસઆઇની ભરતી પર રોક લગાવતી ગુજરાત હાઇકોર્ટ
16 સરકારી ઈજનેરી કોલેજમાં 1004 જગ્યાઓ ખાલી : કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યની સરકારી ઇજનેરી કોલેજમાં મંજૂર મહેકમ અને ખાલી જગ્યા બાબતના પ્રશ્ન કર્યા હતા. જેમાં રાજ્યની 16 જેટલી સરકારી ઇજનેર કોલેજમાં 1004 જેટલી જગ્યાઓ ખાલી હોવાનું વિધાનસભા ગૃહમાં સરકારે જાહેર કર્યું છે. આમ વર્ગ એકમાં 308 વર્ગ-2માં 189 વર્ગ ત્રણમાં 310 અને વર્ગ-4 માં 197 જેટલી જગ્યાઓ ખાલી છે. જ્યારે ખાલી પડેલ જગ્યામાં રાજીનામું, વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ, તથા અન્ય નોકરીમાં જવું, બઢતી મળવી, અવસાન થવું વગેરે પણ કારણ રાજ્ય સરકારે દ્વારા દર્શાવવામાં આવ્યા છે.