જ્યારે હળપતિ સમાજ માટે ઘર બનાવવા 42 કરોડ, વિદ્યાર્થીઓ માટે 1112 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી જે 350 કરોડના ખર્ચે બનાવામાં આવી છે. ત્યારે ચાલુ બજેટમાં 125 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. જ્યારે વન વિભાગ માટે 154 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. ગુજરાતના સિંહોના જતન માટે 350 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં 130 કરોડની જોગવાઇ માત્ર સિંહો માટે કરવામાં આવી છે, જેમાં ગીરના સફારી પાર્કમાં વધુ પર્યટકો આવતા હોવાના કારણે નવી ત્રણ સફારી કેવડિયા ડોંગ અને સુરતમાં બનાવવામાં આવશે. આદિજાતિ સમાજના પ્રમાણપત્રની વિધાનસભામાં ચર્ચા કરવામાં આવી હતી.
આદિવાસી સમાજનું ખોટું પ્રમાણપત્ર લઈને કોઈ લાભ લઈ જાય તે માટે કાયદો બનાવવામાં આવ્યો છે. જેની મંજૂરી પણ રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવી છે. પરિણામે જે પણ આદિવાસી સમાજનું ખોટુ પ્રમાણપત્ર લઇને લાભ લેવા જશે તેમનું પહેલા આદિજાતિ પ્રમાણપત્રોની ખરાઇ કર્યા બાદ ઓર્ડર આપવામાં આવશે. આ બાબતે સરકારે લાલ આંખ કરી છે અને કોઈ પણ ખોટી રીતે લાભ લેશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, વારંવાર સરકાર આદિવાસી સમાજના ઉદ્ધાર માટે કરોડો રૂપિયા ફાળવે છે. છતાં સમાજમાં કોઈ પ્રગતી થતી નથી.